મનની વાતોને મનમાં દબાવી ન રાખો, આવું કરશો તો ક્યારેક બની જશો ડીપ્રેશનનો શિકાર
- ડીપ્રેશનથી બચવા લોકો સાથે વાત કરો
- મનની વાતને મનમાં ન દબાવી રાખો
- વાતને શેર કરવાથી રહેશો સ્ટ્રેશ ફ્રી
કેટલાક લોકો એવા હોય છે કે જેમને પોતાની વાત પોતાની પાસે જ રાખવી ગમતી હોય છે, લોકો સાથે એટલા ભળીને રહેતા નથી જેના કારણે તેમના વિશે તે કોઈને કહી કે જણાવી પણ શકતા નથી. આવા લોકોને લાંબા સમયે ડીપ્રેશનની બીમારી થવાની સંભાવનાઓ રહેલી હોય છે. કેટલાક લોકો એવા પણ છે કે જેમને કામમાંથી સમય ન મળવાના કારણે એકબીજાને મળી શકતા નથી, સમય કાઢી શકતા નથી અને છેલ્લે ડીપ્રેશનનો શિકાર બનતા હોય છે.
કેટલાક લોકોને ડાયરી લખવાનો શોખ હોય છે. તે લોકો પણ કદાચ આ પ્રકારની બીમારીથી બચવા માટે આવું કરતા હોઈ શકે તો, જે લોકોને એકલતા લાગતી હોય તે લોકોએ ડાયરી લખવી જોઈએ અને પોતાના મનની બધી વાતોને લખવી જોઈએ, જેથી કરીને લાગણીઓ બહાર નીકળી જશે અને મનને આરામ રહેશે.
આ પ્રકારની સમસ્યા કે માનસિક તણાવથી દૂર રહેવા માટે અનેક રસ્તાઓ છે જેમાં સંગીતને શ્રેષ્ઠ ઉપચાર માનવામાં આવે છે. પોતાને કેટલીક સંગીત પ્રવૃત્તિ સાથે સાંકળવી જોઈએ અથવા કોઈ ડાન્સ ક્લાસમાં જોડાઓ. ડાન્સ મૂડને સુધારવાનું કામ કરે છે. સોંગ, ગિટાર અથવા અન્ય કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ શીખવા માટે ક્લાસ કરો. જો સમય ઓછો હોય તો સાપ્તાહિક વર્ગમાં જાઓ અને ઘરે આવીને દરરોજ પ્રેક્ટિસ કરો.
આજકાલ તણાવ જેવી સમસ્યાઓ સામાન્ય બની રહી છે. જ્યારે તણાવ મર્યાદાથી વધી જાય છે, ત્યારે તે હતાશાનું સ્વરૂપ ધારણ કરે છે. ડિપ્રેશનને કારણે વ્યક્તિ સાચો નિર્ણય લેવાની ક્ષમતા પણ ગુમાવે છે અને ક્યારેક ખોટા પગલા પણ ભરે છે. આ પરિસ્થિતિઓથી બચવા માટે મનની ભડાસને દૂર કરવી ખૂબ જ જરૂરી છે.