Site icon Revoi.in

જાહેરાત જોઈને કોઈપણ ફેસકેર પ્રોડક્ટને ન ખરીદો, સામાન્ય ઉપાયથી પણ રાખી શકાય છે કાળજી

Social Share

આજના સમયમાં બજારમાં હજારો પ્રોડક્ટ્સ એવી છે કે જેનો ઉપયોગ ચહેરાની કાળજી અને ચમક લાવવા માટે થાય છે. લોકો દ્વારા મોટી સંખ્યામાં આ બધી પ્રોડક્ટને ખરીદવામાં આવે છે ત્યારે લોકોએ આવા સમયમાં તે જાણવું જોઈએ કે કેટલાક સામાન્ય ઉપાયથી ચહેરાની કાળજી રાખી શકાય છે અને શરીર પરના ડાર્કનેશને દુર કરી શકાય છે.

ચહેરા પર ખૂબ જ ટેનિંગ થઈ ગયું હોય તો બટેટાનો ફેસ પેક લગાવવો જોઈએ. આ માટે કાચા બટેટા, ગુલાબજળ અને મુલતાની માટી લેવી જોઈએ. પેક બનાવવા માટે પહેલા કાચા બટાકાને છીણી લેવાના છે. આ પછી તેને હાથ વડે ચહેરા પર પાંચ મિનિટ સુધી લગાવી શકો છો.

આ ઉપરાંત બટાકાનો ફેસપેક બનાવવા માટે મુલતાની માટી અને ગુલાબજળને મિક્સ કરો ત્યારબાદ તેમાં છીણેલા બટેકા એડ કરો. હવે આ મિશ્રણને ચહેરા પર લગાવીને સુકાય નહી ત્યાં સુધી રહેવા દો. ત્યારબાદ પાણીથી ચહેરો ધોઇ લો. ફેસ પર ટેનિંગ દૂર કરવા માટે 7 દિવસ સુધી દરરોજ આમ કરો. ત્વચામાંથી ટેનિંગ પણ દૂર થઈ જશે અને તમારો ચહેરો પણ ચમકવા લાગશે.

બટાકા ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તેમાં આયર્ન, પોટેશિયમ, વિટામિન-એ, વિટામિન-ડી જેવા ગુણો છે. ઘણી વખત તમે જોયું હશે કે આંખોને ઠંડક આપવા માટે કાચા બટાકાને કાપીને આંખો પર રાખવાની સલાહ આપવામાં આવે છે. બીજી તરફ જો તમે કાચા બટાકાનો યોગ્ય રીતે ત્વચા માટે ઉપયોગ કરશો તો તમને ફાયદો થશે.