વાળમાં કેમિકલ વાળી ડાઈનો ઉપયોગ કર્યાના થોડા દિવસોમાં તે ફરીથી સફેદ દેખાવા લાગે છે. આવામાં સફેદ વાળને કાળા કરવા માટે ઘણા ઉપાયો અપનાવતા હશો. પણ તમારે વાળને કેમિકલ વાળા કલરથી રંગ કરવાની જરૂર નથી. સફેદ વાળને કાળા કરવાની એક રીત જણાવીએ છીએ, જેનો એકવાર ઉપયોગ કરો તો તમારે લગભગ 6 મહિના સુધી તમારા વાળને કલર કરવાની જરૂર નહીં પડે.
• વાળનું સફેદ થવાનું કારણ
મહિલાઓ અને પુરૂષ બંનેના વાળ સમય પહેલા સફેદ થવા લાગે છે. તેનું કારણ શરીરમાં વિટામિન D અને વિટામિન B12 ની ઉણપ છે. સાથે જ તણાવ અને પોષણની કમી વાળનો રંગ સફેદ થવા લાગે છે. એટલે જરૂરી છે કે તમારી ડાઈટમાં જરૂરી પોષક તત્વોનો સમાવેશ કરો.
• કઈ વસ્તુની છે જરૂરત
2 કોફી પાવડરના પાઉચ
2 ચમચી મહેંદી પાવડર
1 ચમચી ગ્રીન-ટી પાવડર
પાણી જ
રૂરિયાત મુજબ
• આ રીતે તૈયાર કરો
સૌ પ્રથમ ગેસ પર તવો મુકીને ધીમી આંચ પર રાખો.
પછી, પેનમાં કોફી પાવડર, મેંદી પાવડર અને ગ્રીન ટી પાવડર નાખો.
તેમાં અડધો ગ્લાસ પાણી ઉમેરો, ત્રણેય વસ્તુને મિક્સ કરો અને પેસ્ટ તૈયાર કરો.
ગેસની આંચ ધીમી રાખો અને બધુ પાણી સુકાઈ જાય ત્યાં સુધી તેને રાખો.
પછી, 2 ચમચી દહીં ઉમેરો અને પેસ્ટને વધુ ગરમ કરો.
મહેંદીનો રંગ કાળો થઈ જાય અને પેસ્ટ જેવુ બની જાય ત્યારે ગેસ બંધ કરો..
• આ રીતે ઉપયોગ કરો
જે રીતે ડાઈ કે મહેદીં લગાવો છો એ રીતે આ પેસ્ટને લગાવો
પછી, 15-20 મિનિટ રહેવા દો.
પછી, સાબુ કે શેમ્પુ વગર વાળને ધોંઈ લો.