Site icon Revoi.in

જે તે ફળને મિક્સ કરીને ખાશો નહીં,આવી ભૂલ કરશો તે ભયંકર સમસ્યા થઈ જશે

Social Share

કેટલાક લોકોને આદત હોય છે કે તે લોકો જાત જાતની વસ્તુઓને મિક્સ કરીને ખાતા હોય છે, તો કેટલાક લોકોને આવી પણ આદત હોય છે કે તે લોકો ફળને મિક્સ કરીને ખાતા હોય છે. આવામાં તે તમામ લોકોએ જાણવું જોઈએ કે કોઈ પણ વ્યક્તિએ એન્ટિનેચર વસ્તુને ખાવી જોઈએ નહીં જેમ કે દૂધ પીધા પછી તરત દહીં ન ખાવું જોઈએ કે છાશ કે ખાટી વસ્તુ ન પીવી જોઈએ.

તો વાત કરીએ એવા લોકોની કે જે લોકો ફળને પણ મિક્સ કરીને ખાય છે તે લોકોએ જાણી લેવું જોઈએ કે તેઓ ઝેર તરીકે કાર્ય કરી શકે છે. પાણી અને તરબૂચ ભલે એકબીજાના પૂરક હોય, પરંતુ તેમને એકસાથે ખાવાથી સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. તરબૂચ ખાધા પછી પાણી ન પીવાની સલાહ આપવામાં આવે છે. આ મિશ્રણ તમને કોલેરા જેવી બીમારીનો શિકાર બનાવી શકે છે.

પાઈનેપલ અને દૂધ, કેરી, કેળાં અને અન્ય ફળોને દૂધમાં મિક્સ કરીને શેક બનાવવામાં આવે છે, પરંતુ કેટલાક ફળો દૂધ સાથે બિલકુલ ન ખાવા જોઈએ. જો તમે અનાનસ સાથે દૂધ પીવાની ભૂલ કરો છો, તો આજે જ તેને બદલી નાખો.

પપૈયું અને લીંબુ પણ એક પ્રકારનું વિચિત્ર ફૂડ કોમ્બિનેશન છે. જેને લોકો ખાવામાં કંઈક નવું ટ્રાય કરવા માટે અજમાવતા હોય છે. કહેવાય છે કે લીંબુ સાથે પપૈયાં ભેળવવાથી પેટમાં ઝેર બની શકે છે. આ તમારા માટે ઝાડા જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે.