વરસાદની ઋતુ અનેક બીમારીઓ લઈને આવે છે. આ જ કારણ છે કે ચોમાસા દરમિયાન ડાયટનું ખાસ ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે. આ સિઝનમાં હેલ્ધી માનવામાં આવતા ફળ અને શાકભાજીમાં કીડા અને બેક્ટેરિયા છુપાયેલા હોય છે જે તમને બીમાર કરી શકે છે.
કોબીજ, ફુલાવર અને બ્રોકોલીનું સેવન પણ ચોમાસામાં નુકશાનકારક સાબિત થઈ શકે છે. સામાન્ય રીતે આ શાકભાજીને હેલ્ધી માનવામાં આવે છે પણ વરસાદની સિઝનમાં તેમાં કીડા છુપાયેલા હોય છે. જે તમારા સ્વાસ્થ્ય માટે નુકશાનકારક સાબિત થઈ શકે છે.
ચોમાસામાં જમીનમાં ઉગતા શાકભાજી ખવાનું ટાળવું જોઈ. તમારે આ ઋતુમાં ગાજર અને મૂળ જેવા શાકભાજી ખાવાનું ટાળવું જોઈએ અને જો તમે તેને ખાતા હોવ તો પણ તેને રાંધીને ખાઓ.
લીલા પાંદડાવાળા શાકભાજીને હેલ્ધી માનવામાં આવે છે, પણ આ ઋતુમાં આ શાકભાજીમાં બેક્ટેરિયા અને ફૂગ વધવા લાગે છે, જે તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે અને તમારી પાચન તંત્રને અસર કરી શકે છે.
ઘણી વખત વરસાદના દિવસોમાં મશરૂમનું સેવન કરવાથી ફૂડ પોઈઝનિંગ જેવી સમસ્યાઓનું જોખમ વધી જાય છે. તેનાથી બચવા માટે મશરૂમ ખાવાનું ટાળો.
જો કે હેલ્થ કોન્શિયસ અને ફિટનેસ ફ્રીક લોકો બ્રેકફાસ્ટમાં સ્પ્રાઉટ્સ ખાવાનું પસંદ કરે છે અને તેને હેલ્ધી પણ માનવામાં આવે છે, પણ વરસાદની સિઝનમાં તે ફાયદાને બદલે નુકસાન કરી શકે છે. તેમાં ઈ કોલી નામના બેક્ટેરિયા જોવા મળે છે જે પાચન તંત્રને લગતી સમસ્યાઓ વધારી શકે છે.