Site icon Revoi.in

હોળિકા દહન સમયે આ કામ કરવાનું ન ભૂલતા, જીવનમાં ખુશીઓનો થઈ જશે વરસાદ

Social Share

હોળીનો તહેવાર ગુજરાતમાં તથા દેશના અનેક રાજ્યોમાં તેને પવિત્ર માનવામાં આવે છે. હોળીના દિવસે હોળિકાનું દહન કરવામાં આવે છે ત્યારે તેના કેટલાક તથ્યો જીવનના સુખ અને દુખ સાથે પણ જોડાયેલા છે. જાણકારી અનુસાર હોળિકા દહન એક એવો તહેવાર છે જ્યારે આપણે પાપ અને સંતાપને બાળવા માટે અગ્નિને વધારે પવિત્ર માનવામાં આવે છે. આ વર્ષે હોળિકા દહન 17 માર્ચે કરાશે.

જે લોકોને લાગે છે કે તેમના ઘરમાં કેટલાક પ્રકારની સમસ્યાઓ છે તો તે લોકોએ હોળિકા પર વિશ્વાસ, શ્રધ્ધા અને આસ્થા રાખીને આ કામ અવશ્ય કરવું જોઈએ, તે કામ એ છે કે જ્યાં પણ સાર્વજનિક હોળી પ્રગટે છે ત્યાં પૂજા કરો અને હોળીના અગ્નિની 12 વખત પરિક્રમા કરો. તેના પછી હોળિકામાંથી એક છાણું લો અને તેને ઘરે લઈ આવો, હોળિકાના અગ્નિથી એક દીવો કરો અને તેને ઘરે લઈને આવો. સતત 16 દિવસ સુધી આ દીવાની અખંડ જ્યોત ઘરની દક્ષિણ પૂર્વ દિશામાં પ્રગટાવો. આવું કરવાથી તમને પણ ફાયદો મળી શકે છે.

ઘરની મહિલાઓનો સ્ત્રી દોષ થશે દૂર. બાળકોના અભ્યાસમાં સારું પરિણામ મળશે. ઘરમાં ખાન પાનના કારણે થતી બીમારીઓ થશે દૂર. પારિવારિક ક્લેશ છે તો તેનાથી તે દૂર થશે. દામ્પત્ય જીવનમાં ચાલી રહેલી મુશ્કેલીઓ પણ દૂર થશે.