શરીરમાં જ્યારે પણ તકલીફ થાય ત્યારે મોટાભાગે ભૂલ આપણી જ હોય છે. જ્યારે પણ શરીરને યોગ્ય ન હોય તે પ્રકારની વૃતિ કરવામાં આવે ત્યારે શરીરમાં અનેક પ્રકારની તકલીફ ઉભી થાય છે પરંતુ તો પણ લોકો દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી, જો આવામાં વાત કરવામાં આવે કિડનીની તો દરેક લોકોએ જાણવું જોઈએ કે આ પ્રકારની ભૂલને કોઈએ કરવી જોઈએ નહી.
સૌપ્રથમ જો વાત કરવામાં આવે તો કોઈપણ વ્યક્તિએ તેમના બ્લડ પ્રેશર તેમજ બ્લડ સુગરને જાળવી રાખવાની જરૂર છે કારણ કે આ બંને સ્થિતિઓ કિડનીના સ્વાસ્થ્યને બગડવાની દિશામાં પ્રથમ પગલું છે. ઘણીવાર ડાયાબિટીસના દર્દીઓને કિડનીના રોગો થવાની સંભાવના વધુ હોય છે, તેથી તમારે તમારી બ્લડ સુગરને નિયંત્રણમાં રાખવાની જરૂર છે.
દરેક વ્યક્તિએ બગડતી જીવનશૈલીને સુધારવી પડશે અને યોગ્ય દિનચર્યાનું પાલન કરવું પડશે. આ ઉપરાંત, તમારે યોગ્ય વજન જાળવવામાં મહેનત કરવી પડશે કારણ કે પેટ અને કમરની ચરબી વધવાથી તમારા રોગોનું જોખમ વધી શકે છે. તેથી યોગ્ય વજન જાળવી રાખવાનો પ્રયાસ કરો.
તાજો ખોરાક ખાઓ કારણ કે વાસી ખોરાક ખાવાથી કિડનીને નુકસાન થાય છે. સિગારેટ, બીડી જેવા ઉત્પાદનો ધરાવતા તમાકુનું સેવન ટાળો.
ઉલ્લેખનીય છે કે આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે અને તેની કોઈ પૃષ્ટિ કરવામાં આવતી નથી.