દેશમાં થોડા સમય પહેલા રોડ નિયમો કડક કરવામાં આવ્યા છે. દર વર્ષે સેંકડો લોકો માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવે છે. આવામાં રોડ ટ્રાફિકના તમામ નિયમોનું યોગ્ય રીતે પાલન કરવું જોઈએ. તે જ સમયે, જો કોઈ ડ્રાઇવર ટ્રાફિકના નિયમોનું યોગ્ય રીતે પાલન ના કરે તો તેનું ડ્રાઇવિંગ લાઇસન્સ પણ જપ્ત થઈ શકે છે.
• વાહનની સ્પિડ ઓછી રાખો
નિયમો મુજબ, રોડ પર શાળા કે હોસ્પિટલ હોય તો વાહનની સ્પીડ ધીમી કરવી પડે છે, શાળા કે હોસ્પિટલના રૂટ પર વાહનોની સ્પીડ મર્યાદિત હોય છે, આવામાં કોઈ વાહનચાલક વધુ ઝડપે વાહન ચલાવે તો ટ્રાફિક પોલીસ તેના પર ભારે દંડ કરી શકે છે. તેમજ ડ્રાઇવિંગ લાયસન્સ પણ જપ્ત કરી શકાય છે.
• ફોનનો ઉપયોગ
રસ્તા પર વાહન ચલાવતી વખતે ફોનનો કોઈપણ રીતે ઉપયોગ કરવો ખોટું છે. નિયમો અનુસાર, ડ્રાઇવરો વાહનને રસ્તાની બાજુમાં રોકીને તેમના ફોનનો ઉપયોગ કરી શકે છે. પરંતુ જો વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો કોઈપણ રીતે ઉપયોગ કરવામાં આવે તો ટ્રાફિક પોલીસ ડ્રાઈવિંગ લાયસન્સ જપ્ત કરી શકે છે.
• વધારે અવાજમાં મ્યુઝિક
નિયમો અનુસાર, રોડ પર વાહનની અંદર મોટેથી ગીતો વગાડવામાં આવે તો તે પણ નિયમોનું ઉલ્લંઘન છે, કારણ કે રસ્તા પર મોટા અવાજે સંગીતને કારણે અન્ય વાહનચાલકોનું ધ્યાન ભટકાઈ શકે છે. જેના કારણે અનેક વખત મોટા અકસ્માતો સર્જાય છે. આ જ કારણ છે કે જો આવી ભૂલ થાય તો ટ્રાફિક પોલીસ દંડની સાથે ડ્રાઇવિંગ લાયસન્સ જપ્ત કરી શકે છે.
#RoadSafety#TrafficRules#DrivingLicense#SpeedLimit#AvoidDistractions#SafeDriving#TrafficViolations#RoadRegulations#DrivingTips#TrafficPolice#PhoneUsageWhileDriving#MusicInCar#DriveSafely#RoadAccidents#TrafficSafety