Site icon Revoi.in

જો ખાદ્ય તેલ, કે હેર ઓઈલ ખરાબ થઈ જાય તો તેને ફેંકશો નહી, જાણીલો તે કેટલા કામનું છે

Social Share

 

નારિયેળ તેલથી વાળ ખૂબજ સુંદર બને છે તે તો આપણે સૌ કોઈ વર્ષો વર્ષથી સાંભળતા આવીએ છીએ અને તેનો ઉપયોગ પણ કરીએ છીએ, વાળને કાળા ઘટ્ટ રેશમી અને સુંદર બનાવવા માટે નારિયેળનું તેલ સૌથી બેસ્ટ ઓપ્શન છે, જે નેચરલ હોવાથી વાળને નુકશાન પણ નથી પહોંચતું ,પરંતુ નારિયેળ તેલના બીજા ઘણા ઉપયોગ છે જેનાથી આપણે ઘણો ફાયદો મળવી શકીએ છે, આ સાથે જ ઘરેલું કામને સરળ પણ બનાવી શકીે છીએ ,

કોઈપણ પ્રકારના તેલને ખરાબ થાય ત્યારે ફેંકવું નહગી તેના કેટલાક ઉપયોગ છે તે જોઈલો

ખાસ કરીને બળેલું ઓઈલ, રાંધલું તેલ કે પછી ખોરું કે ખરાબ થયેલું નારિયેળ તેલની મદદથી તમારા કિચનની ચપ્પુ ,કે કાપડ કાપવાની કાતર પર કાંટ લાગી ગયો હોય  તેના માટે બેસ્ટ ઓપ્શન છે, જ્યા કાંટ લાગ્યો હોય ત્યા નારિયેળ તેલ લાગીને 10 મિનિચ રહેવા દો ત્યાર બાદ કોટનથી તેને સાફ કરીલો આમ કરવાથી કાંટ દૂર થશે

આ સાથે જ આ પ્રકારના નકામા તેલથી તમે બારી બારણાની સારી માવજત પણ કરી શકો છો. બારી કે દરવાજાના આગળો કે કળી જો ખૂબ જ ટાઈટ હોય તો તેના માટે પણ નારિયેળ તેલનો ઉપયોગ કરવામાં આવે છે જ્યારે ાગળો ખૂબ ટાઈટ થઈ જાય. ત્યારે તેના પર 4 થી 5 ટિપા નારિયેળ તેલ નાખીને રહેવાદો આમ કરવાથી બારી કે બારણાના  આગળાઓ સરળતાથી ખોલ બંધ કરી શકાય છે.

ખટકી ગયેલા ઈલેકટ્રોનિક સાધનોમાં આ તેલનો ઉપયોગ કરી શકાય છે.કપડા સીવવાનો સંચો કે કોઈ મશીન કે જ્યારે ચાલતો હોય અને ત્યારે તેમાંથી કચૃ કચડ અવાજ આવતો હોય ત્યારે નારિયેળ તેલ ખૂબ કામની વસ્તુ સાબિત થાય છે, કપડા સિવવાના સંચામાં ઓીલ કરવાથી વણજોતો અવાજ આવતો બંધ થી જાય છે, તેજ રીતે ઓઈલની જગ્યાએ અનેક પ્રકારના તેલ લગાવવાથી પંખામાંથી આવતોઅ વાજ પણ બંધ થઈ જાય છે.