જૂના થયેલા જીન્સને ફેંકશો નહી તેમાંથી બનશે સરસમજાના બેસવા માટેના આસનિયા
- પાથરણું બનાવામાં ઉપયોગી છે ફાટેલી જીન્સ
- ફાટેલી જીન્સના એક સરખા ચોરસ ભાગ કરીને તેને સીલાઈ કરીલો
આપણા ઘરમાં મોટા ભાગના ભાઈઓ જીન્સ પહેરતા હોય છે અને જીન્સ એવી વસ્તુ છે કે ગમેતેટલી જૂની થી જાય તોય તે ઘસાતી નથી, ત્યારે ઘમી વખત નવી દેખાતી જીન્સ ફાટી જવાના કારણે આપણ ાકાઢી કાઢતા હોઈએ છીએ, જો કે આજકાલ વેસ્ચમાંથી બેસ્ટ બનાવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે,જૂની જીન્સમાંથી કોઈ પર્સ બનાવે છે તો કોઈ શાકભઆજીની થેલી બનાવે છે તો કોઈ વળી ઓશિકાના કવર કે પીલોના કવર બનાવા છએ,તો આજે વાત કરીશું જીન્સમાંથી આસન બનાવાની, જ્યારે આપણે જમવા બેસીએ છીએ ત્યારે આસન પર બેસતા હોઈએ છઈએ તો ચાલો જોઈએ કઈ રીતે જૂની જીન્સમાંથી આસન બનાવી શકાય છે
સૌ પ્રથમ તમારી જેટલી પણ જૂજી જીન્સ ને તેના પાયજાઓ અલગ કરીદો
હવે આ પાયજાને સીલાઈમાંથી કાઢીલો, એક એક મોટૂં લેયર તૈયાર થશે
હવે એક એક પગના પાયજાને વચ્માંથી ચોરસ સાઈઢમાં કાપીલો.
હવે આ રીતે બે પાયજામાંથી એચ ચોરસ આસન બનશે, બન્ને જીન્સના જે પાયજા કાપ્યા હોય તેને સીલાઈ મારીને જોડીલો,
આ માટે સાઈઝ પ્રમાણે કટિંગ કરવાનું તમારા પર નિર્ભર કરે છે કે તમને લંબ ચોરસ આસન જોઈએ છે કે ચોરસ ,
જે સાઈઝમાં તમારે આસન જોઈએ એ સાઈઝમાં પાયજાઓ આડા પટ્ટામાં કાપીને બન્ને ભાગને સીલાઈ મશીન થી જોડીલો, ત્યાર બાદ ચારે કોર પર સીલાઈ મશીનથી ઘારને ઓટી લો
તૈયાર છે જૂની જીન્સમાંથી સરસ મજાના બેસવા માટેના પાથરણા કે આસન