ચિંતા ના કરો, સિક્કા કે ચલણી નોટ પર કોરોનાવાયરસ નથી ફેલાતો: યુરોપિયન સેન્ટ્રલ બેન્ક વિશેષજ્ઞોનો દાવો
- કોરોનાવાયરસને લઈને કરવામાં આવ્યો દાવો
- ચલણી નોટ કે સિક્કા પર નથી ફેલાતો વાયરસ
- યુરોપિયન સેન્ટ્રલ બેંકના વિશેષજ્ઞોનો દાવો
મુંબઈ :કોરોનાવાયરસનું સંક્રમણ કેવી રીતે રોકવું તે તો ચિંતાનો વિષય બન્યો જ છે. મોટા ભાગના દેશોમાં ફરીવાર કોરોનાવાયરસના કેસ વધી રહ્યા છે ત્યારે યુરોપીયન સેન્ટ્રલ બેન્કના વિશેષજ્ઞો અને જર્મનીની રૂહર યુનિવર્સિટીના સંશોધકોએ મોટો દાવો કર્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે નોટ, સિકકાથી કોરોના વાયરસ ફેલાવાની આશંકા નથી.
કોરોનાનું સંક્રણણ વધારે ન ફેલાય અને લોકો સંક્રમિત ન થાય તે માટે ઓનલાઈન પેમેન્ટનું ચલણ પણ વધ્યું છે. લોકો ડીજીટલ પેમેન્ટ કરવા તરફ વળી રહ્યા છે.
અધ્યયનમાં સ્ટેનલેસ સ્ટીલની સપાટી પર અલગ અલગ પ્રકારની નોટ, સિકકા અને પીવીસીમાંથી બનેલ બેન્ક ક્રેડીટ કાર્ડ રાખવામાં આવ્યા હતા. વિશેષજ્ઞોએ આ વસ્તુઓને નુકસાન નહીં પહોંચાડનાર કોરોના વાયરસની સામે જ કોરોના માટે જવાબદાર આર્મી-કોપ-2 વાયરસથી સંક્રમિત કરાયા હતા. અભ્યાસમાં જાણવા મળેલુ કે સ્ટીલની સપાટી પર વાયરસ સાત દિવસ સુધી રહ્યો હતો પરંતુ નોટ અને સિકકા પરથી તે 6 દિવસમાં ગાયબ થઇ ગયો હતો. પાંચ સેન્ટના તાંબાના સિકકા પર વાયરસ માત્ર એક કલાક જ ટકી શકયો હતો. વિજ્ઞાનીઓએ કહ્યું કે સિકકાથી આર્મી-કોપ-2 વાયરસ ફેલાવવાનો ખતરો નહીવત છે.
કોરોનાવાયરસને લઈને ભલે અનેક પ્રકારના સંશોધનો કરવામાં આવ્યા હોય પરંતુ સતર્કતા રાખવી હજૂ પણ અનિવાર્ય છે.લોકોની સતર્કતાથી જ કોરોનાવાયરસનું સંક્રમણ ઓછું થશે. આ વાત સરકાર અને જાણકારો દ્વારા કહેવામાં આવી છે