- મોઢામાં પેઢા કાળા પડી ગયા છે?
- તો ચિંતા ન કરો
- અપનાવો આ ટ્રીક
દાંત સ્વસ્થ તો શરીર સ્વસ્થ એવી વાત મેડિકલ એક્સપર્ટ દ્વારા કહેવામાં આવતી હોય છે આવામાં કેટલાક લોકોને પેઢાની સમસ્યા હોય છે. આ લોકોના પેઢા ડાર્ક થઈ ગયા હોય છે અને તેના કારણે તેમની પર્સનાલીટીને પણ અસર થતી હોય છે. આ લોકોએ પેઢાની સમસ્યાને દુર કરવા માટે કેટલાક પગલા લેવા જોઈએ જેથી કરીને તેમની સમસ્યાનું નિરાકરણ આવી શકે. કહેવાય છે કે જો શરીરમાં વિટામીન ભરપૂર માત્રામાં હોય તો ઘણી બધી શારીરિક સમસ્યાઓ આપણાથી દૂર રહે છે. પેઢાને સ્વસ્થ રાખવા માટે વિટામિન ડી ધરાવતી વસ્તુઓ ખાઓ. વિટામિન ડીની ઉણપને કારણે પેઢા કાળા નહીં થાય. આ સાથે તમારા સાંધાનો દુખાવો પણ ઓછો થશે.
એવું કહેવાય છે કે પેઢામાંથી લોહી આવવું એ એક પ્રકારની બીમારી છે. આને અલ્સેરેટિવ જીન્જીવાઇટિસ નામનો ચેપ કહેવામાં આવે છે અને તેનાથી છુટકારો મેળવવો ખૂબ જ જરૂરી છે. આ ઈન્ફેક્શનને કારણે મોઢામાંથી દુર્ગંધ પણ આવવા લાગે છે જેના કારણે પેઢા કાળા થઈ જાય છે.
જે લોકોને ધુમ્રપાન કરવાની આદત હોય છે. હોઠ અને ફેફસા ઉપરાંત ધૂમ્રપાનને કારણે પેઢાને પણ નુકસાન થાય છે. ધૂમ્રપાનથી પીડિત લોકોને ફેફસામાં સમસ્યાઓના કારણે શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે છે. તેની સાથે પેઢામાં આવતી કાળાશ પણ તેમને પરેશાન કરવા લાગે છે. હોઠ અને પેઢા પર ડાર્કનેસ આખો લુક બગાડી શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે દવાઓના સેવનથી પેઢા પર કાળાશ પણ આવી શકે છે. કહેવાય છે કે દવાની આડઅસર પેઢાં પર દેખાવા લાગે છે.