આજના સમયમાં સ્માર્ટફોન સૌની જરૂરીયાત બની ગયો છે પણ લોકોને એ નથી જાણતા કે ફોન કેવી રીતે ઉપયોગ કરવો અને તેની સંભાળ કેવી રીતે કરવી. ઘણીવાર લોકોના ફોન કામ કરતા સમયે હાથમાંથી છૂટીને પાણીમાં પડી જાય છે અથવા વરસાદમાં પલડી જાય છે. પાણીમાં પલડ્યા પછી ઉતાવડમાં એવું કઈક કરી બેસો છો કે તેના લીધે ફોન બગડી જાય છે.
• મોબાઈલ પાણીમાં પડી જાય તો શુ કરવું?
સૌથી પહેલા જ્યારે મોબાઈલ પાણીમાં પડે તો થાય એટલું ઝડપથી પાણીમાંથી બહાર નીકાળો, જેટલો સમય વધારે પાણીમાં રહેશે એટલું પાર્ટ્સમાં વધારે પાણી જશે.
મોબાઈલ પાણીમાં પડી ગયો છે અથવા વરસાદ દરમિયાન પલડી ગયો છે તો ફોનનું કોઈ પણ બટન ના દબાવો. બટન દબાવાથી પલડેલા મોબાઈલની અંદર શોર્ટ સર્કિટ થઈ શકે છે, જેનાથી ફોનના મધરબોર્ડને ડેમેજ થઈ શકે છે.
મોબાઈલને કપડાથી સાફ કર્યા પછી ચોખાના ડબ્બામાં રાખી દો. ઓછામાં ઓછો 24 થી 36 કલાક સુધી મોબાઈલ ચોખામાં રાખો, કેમ કે ચોખામાં ભેજ શોષવાની ક્ષમતા વધારે હોય છે.
તમારો ફઓન થોડો પણ ભીનો હોય તો તેને બારીમાં કે ટેરેસ પર વધારે સૂર્યપ્રકાશમાં રાખો.
ધ્યાન રાખો કે મોબાઈલ એવી રીતે રાખો કે સૂર્યપ્રકાશ તેની સ્ક્રિન પર ના પડે. એ રીતે 15-20 મિનિટમાં ફોન પહેલા જેવો થી જશે અને તેમાંથી પાણી સુકાઈ જશે.