Site icon Revoi.in

વજન ઘટાડવું છે તો ચિંતા ન કરો,ફોલો કરો આ ડાયટ

Social Share

મોટાભાગના લોકો કે જે લોકોની નોકરી અથવા ધંધો બેઠા બેઠાનો છે. તે લોકોના શરીરમાં મેદસ્વિતા જોવા મળતી હોય છે. પેટનો ભાગ વધારે આગળ દેખાતો હોય છે અને તેના કારણે શરીરનું વજન પણ વધતું હોય છે. શરીરનું વજન વધતા કેટલાક લોકો દ્વારા ચિંતા કરવામાં આવે છે તો કેટલાક લોકો દ્વારા ડાયટ જેવું ફોલો કરવામાં આવે છે.

જો કોઈ વ્યક્તિને વજન ઉતારવું હોય તો તેમણે સવારે 8 વાગે લીંબુ પાણી એક ચમચી મધ સાથી મિક્સ કરીને પીવું જોઈએ. આ પછી 11 વાગે સફરજન અથવા સંતરાનો એક ગ્લાસ જ્યૂસ પીવો જોઈએ. આમ કરવાથી પેટ ખાલી રહેતું નથી, શરીરમાં અશક્તિ આવતી નથી અને સાથે શરીરમાં ચરબીનું પ્રમાણમાં ઉતારવા મદદ કરે છે.

તે બાદ બપોરના સમયે 1 વાગે ગ્રીન ટી પીવાથી પણ ફાયદો થાય છે. બપોરે એક કપ ચા અથવા બ્લેક કોફી પીવામાં આવવી જોઈએ. સાંજે પાંચ વાગે ફરીવાર એક વાર જ્યૂસ અને પછી સાંજે 7 વાગે એક ગ્લાસ સૂપ પીવો જોઈએ. રાત્રે સુતા પહેલા 9 વાગે એક કપ ગ્રીન ટી પીવાથી શરીરનું વજન ઉતારી શકાય છે.

જો કે માત્ર લીક્વીડ ડાયટ કરવાથી શરીરનું વજન ઉતરી શકે છે પણ સાથે તે વાતનું પણ ધ્યાન રાખવું કે આ પ્રકારનું ડાયટ અઠવાડિયામાં 2થી 3 દિવસ માટે જ હોવું જોઈએ. જો રોજ આ પ્રકારે ડાયટ કરવામાં આવે તો શરીરમાં અશક્તિ પણ આવી શકે છે.