પેટના ભાગની ચરબી વધી ગઈ છે તો ચિંતા ન કરો, સવારના નાસ્તમાં આટલી વસ્તુને સામેલ કરો
- પેટની ચરબીને કરો ઓછી
- ચિંતા કરવાની જરૂર નથી
- આટલી વસ્તુને કરો નાસ્તામાં સામેલ
આજકાલ કેટલાક લોકોનું જીવન દોડાદોડવાળું બની ગયું છે તો કેટલાક લોકોનું જીવન બેઠાળું. જે લોકોનું જીવન બેઠાળું બની ગયું છે તે લોકોને ચિંતા હોય છે કે,પેટના ભાગમાં જે ચરબી વધી રહી છે તેને લઈને શું કરવું જોઈએ. જો કે શરીરને શારિરીક કષ્ટ ના પડે તો ચરબીનું પ્રમાણ વધી જતું હોય છે અને મોટાપાનો સામનો કરવો પડતો હોય છે. પણ હવે તે લોકોએ ચિંતા કરવાની જરૂર નથી.
વાત એવી છે કે હવે સવારના નાસ્તામાં જો કેટલાક પ્રકારની વસ્તુઓને એડ કરવામાં આવે તો શરીરની ચરબીને ઓછી કરી શકાય છે. સ્ટડીમાં સામે આવ્યુ છે કે દહીં આહારમાં ન લેનાર લોકોની સરખામણીમાં જે લોકોએ દહીંને તેમના આહારમાં સમાવ્યું તેમણે વધુ વજન ઘટાડ્યું હતું અને શરીરના પાતળા પણાને પણ જાળવી રાખ્યું. દહી વજન ઘટાડવા માટે કેલ્શિયમ જેવા પોષક તત્વોનું મહત્વ દર્શાવે છે. આહારમાં કેલ્શિયમની યોગ્ય માત્રા સાથે તે કેલરી બર્ન કરવામાં અને ચરબી ઘટાડવામાં મદદ કરે છે. દહીંમાં પ્રોટીન પણ ભરપૂર હોય છે. જે એક મુખ્ય તત્વ છે જે શરીરની ચરબી ઘટાડવામાં મદદ કરે છે.
આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો ઉપમાની તો ઉપમામાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર હોય છે અને તે વજન ઘટાડવાના તંદુરસ્ત આહારનો પ્રથમ વિકલ્પ છે. તેમાં સોજી પણ હોય છે જે કુદરતી રીતે ઓછી ચરબી ધરાવે છે અને શરીરને સારુ કોલેસ્ટ્રોલ આપવામાં મદદ કરે છે. માત્ર એટલું જ ધ્યાનમાં રાખવાનું છે કે તેને ઓછા તેલમાં રાંધવામાં આવે જેથી કરીને વધુ પડતી ચરબી પોષક તત્વોના ફાયદાને છીનવી ન લે જે અંદર જઈ શકે છે.
છેલ્લે છે મગની દાળ — મગની દાળ ફાઇબરનો ખૂબ જ સમૃદ્ધ સ્ત્રોત છે. ફાઇબર પાચન માટે સારા હોવાની સાથે તેમાં પ્રોટીનની યોગ્ય માત્રા પણ હોય છે, જે તેને એક ઉત્તમ નાસ્તાનો વિકલ્પ બનાવે છે. જે તમને વજન ઘટાડવામાં મદદ કરશે. તમે તેના બેટરમાં શાકભાજી ઉમેરી શકો છો જેથી કરીને ખોરાક વધુ સ્વસ્થ, વધુ પૌષ્ટિક બને.