Site icon Revoi.in

પશુપાલકો ચિંતા ન કરે, સરકાર પાસે 5.50 કરોડ કિલો ઘાસચારાનો જથ્થો ઉપલબ્ધ છે

Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં લોકો અસહ્ય ગરમીનો સામનો કરી રહ્યા છે. રાજ્યના અનેક અંતરિયાળ ગામડાંઓમાં પાવીના પાણી અને પશુઓ માટે ઘાસચારીની સમસ્યા ઊભી થઈ છે. ત્યારે સરકારે પણ પોતાની પાસે ઘાસચારાનો પુરતો જથ્થો ઉપલબ્ધ હોવાથી પશુપાલકોને ઘાસચારો ઉપલબ્ધ કરાવવાની કામગીરી હાથ ધરી છે. અબોલ પશુઓને પીવાના પાણી તેમજ ઘાસચારાની તંગી પડે નહીં તે માટે ગુજરાત સરકાર દ્વારા તમામ ડેપો ખોલી નાંખવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર પાસે હાલ 5 કરોડ 50 લાખ કીલો ઘાસચારાનો જથ્થો ઉપલબ્ધ છે. જ્યારે કચ્છના કેટલાક ગામડાઓમાં પશુઓ માટેનું પાણી સ્થાનિક સોર્સ દ્વારા પુરૂ પાડવામાં આવી રહ્યું છે.

રાજ્યમાં ખાસ કરીને કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં પાણી તેમજ ઘાસચારાની સમસ્યાના નિવારણ અંગે સરકારે પ્રયાસો હાથ ધર્યા છે. પાણી પુરવઠા મંત્રી ઋષિકેષ પટેલે માહિતી આપતા કહ્યું હતું કે અબોલ પશુઓની ચિંતા ગુજરાત સરકાર કરી રહી છે ત્યારે રાજ્ય સરકાર પાસે ઘાસચારાનો 5 કરોડ 50 લાખ કીલો જથ્થો ઉપલબ્ધ છે એટલું જ નહીં ક્યા જેટલી જરૂરિયાત છે તે માટે આયોજનબદ્ધ રીતે ઘાસચારો પૂરો પાડવામાં આવી રહ્યો છે

તેમણે વધુમાં જણાવ્યું હતું કે હાલની પરિસ્થિતિએ કચ્છના કેટલાક વિસ્તારોમાં જ્યાં જુથ યોજનાનું પાણી પહોંચાડવામાં આવ્યું નથી તેવા વિસ્તારોમાં સ્થાનિક સોર્સથી પાણી પહોંચાડવામાં આવી રહ્યુ છે જ્યારે બનાસકાંઠામાં પણ પશુઓ માટે તંત્ર દ્વારા પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાત સરકારે જ્યોતિ યોજના થકી 18 હજાર ગામડાંઓ પૈકી રાજ્યના 14 જિલ્લાઓમાં નલ સે જલ યોજના હેઠળ પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે અને આવનાર ઓક્ટોબર નવેમ્બર 2022 સુધીમાં રાજ્યના પ્રત્યેક જિલ્લામાં જૂથ યોજના દ્વારા ઘરે ઘરે પાણી પહોંચાડવા માટે સરકાર કટિબદ્ધ બની હોવાનો દાવો કર્યો હતો.