Site icon Revoi.in

શું તમને પણ સવારે કામ કરવાનું મન નથી થતું? શરીરમાં કમજોરી લાગે છે? તો આ રહ્યો તેનો ઉપાય

Social Share

ભારતમાં હવે મોટાભાગના શહેરો એવા થઈ ગયા કે જ્યાં સવારે 4 અને 5 વાગ્યમાં લોકો ઉઠીને કામ કરવા લાગી જાય છે અથવા કામે લાગી જાય છે. આ લોકો કરોડોની સંખ્યામાં છે અને તે લોકો કામ કરી પણ રહ્યા છે, પણ આવા ટાઈમટેબલમાં ક્યારેક લોકોને કામ કરવાનું મન થતું નથી અને શરીરમાં પણ કમજોરી હોય તેવું લાગતું હોય છે. તો આવું કેમ થાય છે અને તેનું નિવારણ શું તે જાણવું જરૂરી છે.

જે લોકોને હંમેશા વહેલા સવારે ઉઠીને જોબ પર જવાની ફરજ પડતી હોય તે લોકોએ સૌથી પહેલા તો રાતે વહેલા સુઈ જવાની આદત પાડવી જોઈએ, અને પોતાની જીવનશૈલી બદલવી જોઈએ. શરીરને આમ તો ઓછામાં ઓછા 6-7 કલાકની ઉંઘ તો જરૂરી હોય છે અને જ્યારે શરીરને પુરતા પ્રમાણમાં આરામ મળે નહીં ત્યારે શરીરમાં કમજોરી હોય અને આળસ આવવાનું શરૂ થાય છે જેના કારણે કામમાં મન લાગતું નથી.

આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો જ્યારે વ્યક્તિનો સુવાનો અને જાગવાનો સમય બદલાય ત્યારે તે વ્યક્તિએ પોતાના ડાયટમાં પણ ફેરફાર કરવો જોઈએ, કારણ કે યોગ્ય સમયે ન સુવાથી અને અયોગ્ય સમયે જાગવાથી શરીરની અંદરની પ્રક્રિયાઓમાં પણ ફરક પડે છે અને તેના કારણે ખોરાક પચવાની કે શરીરની અન્ય પ્રવૃતિઓ પણ અનિયમીત થઈ જાય છે.

ઉલ્લેખનીય છે કે આ માહિતી માત્ર જાણકારી માટે છે અને તેની કોઈ પુષ્ટિ કરવામાં આવતી નથી, જ્યારે પણ શરીરમાં કોઈ પણ પ્રકારની સમસ્યા સર્જાય તો ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.