દેશમાં ટ્રેનમાં દૂર્ધટનાના વધતા બનાવો – હવે ભોપાલ-દિલ્હી વંદે ભારત ટ્રેનમાં આગ લાગવાની ઘટના, તમામ યાત્રીઓ સુરક્ષિત
ભોપાલઃ- દેશભરમાં છેલ્લા કેટલાક સમયથી ટ્રેન અકસ્માત, ટ્રેનમાં આગ લાગવાની ઘટનાો અવાર નવાર સામે આવી રહી છે ખાસ કરીને જો વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન વિશે વાત કરીએ તો તેના સાથે ગાય અથડાવવાની કે પત્થર મારાની ઘટનાઓ ખૂબ બની રહી છે ત્યારે હવે વેંદે ભારત એક્સપ્રેસ ટચ્રેનમાં આગ લાગવાની પણ ઘટના સામે આવી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે ભોપાલથી દિલ્હી જતી વંદે ભારત ટ્રેનમાં આગ લાગી હતી. મળતી આજરોજ ટ્રેન નંબર 20171 ભોપાલ-હઝરત નિઝામુદ્દીન વંદે ભારત 17 જુલાઈને સોમવારની સવારે કુરવાઈ સ્ટેશન નજીક રાણી કમલાપતિ રેલવે સ્ટેશનથી નિઝામુદ્દીન જવા નીકળેલી વંદે ભારત ટ્રેનની સી 14 બોગીમાં બેટરીમાં આગ ફાટી નીકળી હતી.
ભોપાલના રાણી કમલાપતિ રેલ્વે સ્ટેશનથી દિલ્હીના નિઝામુદ્દીન રેલ્વે સ્ટેશન જવા નીકળેલી વંદે ભારત એક્સપ્રેસ સોમવારે સવારે સાગર જિલ્લામાં અકસ્માતનો ભોગ બની હતી. બીના સ્ટેશનની આસપાસ ટ્રેનમાં આગ લાગી હતી. દુર્ઘટનાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. ટ્રેનના કોચ સી-14 કોચમાં બેઠેલા તમામ 36 મુસાફરોને સલામત રીતે ઉતારી લેવામાં આવ્યા છે.
જો કે જણાવવામાં આવી રહ્યું છે કે આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. તમામ યાત્રીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. રાણી કમલાપતિથી નિઝામુદ્દીન જઈ રહેલી વંદે ભારત ટ્રેનના C-14 કોચમાં આગ લાગી હતી. ટ્સરેન આજરોજ વારે 5.40 વાગ્યે રવાના થઈ હતી. ઘટના બીના પહેલા બનવા પામી હતી.
આ સહીત ટ્રેનમાં મુસાફરી કરી રહેલા યાત્રીઓના જણાવ્યા અનુસાર આગ બેટરીથી લાગી હતી. આગની જાણ થતાં જ ટ્રેનને રોકી દેવામાં આવી હતી અને તમામ મુસાફરોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.