Site icon Revoi.in

ઓસ્ટ્રેલિયાની ટીમને બેવડો ફટકો,કેમરૂન ગ્રીન ભારત સામે નાગપુર ટેસ્ટમાંથી બહાર

Social Share

મુંબઈ:ભારતીય ટીમ સામે નાગપુર ટેસ્ટ પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. કાંગારૂ ટીમના સ્ટાર ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર કેમરુન ગ્રીન માટે સિરીઝની પ્રથમ ટેસ્ટમાં રમવું ઘણું મુશ્કેલ છે.આ વાતની પુષ્ટિ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથે પોતે કરી હતી.

સ્મિથે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું છે કે ગ્રીને નેટ્સમાં બેટિંગની પ્રેક્ટિસ કરી નથી. તેણે એમ પણ કહ્યું કે ગ્રીન માટે નાગપુર ટેસ્ટમાં રમવું ખૂબ મુશ્કેલ છે.ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 મેચની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ 9 ફેબ્રુઆરીથી નાગપુરમાં રમાશે.

ગ્રીન વિશે સ્ટીવ સ્મિથે કહ્યું, ‘મને નથી લાગતું કે તે રમી શકશે.તેણે નેટ્સમાં બોલરોનો સામનો પણ કર્યો ન હતો.આવી સ્થિતિમાં, હું કહી શકું છું કે તે રમી શકશે નહીં, પરંતુ કોણ જાણે છે.મને સંપૂર્ણ ખાતરી નથી.અમે છેલ્લી ઘડી સુધી તેના ફિટ થવાની રાહ જોઈશું.અત્યારે હું માનું છું કે તેના રમવાની કોઈ શક્યતા નથી.

આ પહેલા ઝડપી બોલર જોશ હેઝલવુડ પણ પ્રથમ ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયો છે.આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયાની ટીમ માટે આ બેવડો ફટકો છે. કેમેરૂન ગ્રીન ડિસેમ્બરમાં દક્ષિણ આફ્રિકા સામેની મેલબર્ન ટેસ્ટમાં ફાસ્ટ બોલર એનરિચ નોરખિયાની બોલ લાગતા ઈજાગ્રસ્ત થયો હતો. દર્દ સામે ઝઝૂમતા તેણે અણનમ 51 રન બનાવ્યા અને પ્રથમ દાવમાં 5 વિકેટ પણ લીધી.