પીએમ મોદીના ઉપવાસ કોંગ્રેસને શંકા! ભાજપનો પલટવાર
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યા રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ તતા પહેલા 11 દિવસના ઉપવાસ કર્યા હતા. પરંતુ કોંગ્રેસના નેતા વીરપ્પાઈ મોઈલીએ આની સામે શંકા વ્યક્ત કરી અને કહ્યુ છે કે હું જ્યારે મારા ડોક્ટર સાથે મોર્નિંગ વોક પર હતો.
ત્યારે તેમણે મને જણાવ્યુ કે એક વ્યક્તિ 11 દિવસના ઉપવાસ કરીને જીવિત રહી શકે નહીં. જો તે જીવિત છે, તો આ ચમત્કાર છે. માટે મને શંકા છે કે તેમણે આમ કર્યું છે. મોઈલીએ શંકા વ્યક્ત કરતા કહ્યુ છે કે તેઓ કહે છે કે 11 દિવસના ઉપવાસ રાખ્યા હતા અને માત્ર નારિયેળ પાણી પર જ જીવિત રહ્યા હતા. તેમના ચહેરા પર કોઈ થાક દેખાય રહ્યો ન હતો. હું નહીં લોકો સવાલ કરી રહ્યા છે કે તેમણે વ્રત રાખ્યું હતું કે નહીં.
આ મામલે તુરંત પલટવાર કરતા કર્ણાટકમાં ભાજપના રાજ્યસભાના સાંસદ લહારસિંહ સિરોયે કહ્યુ છે કે મહાન લેખકનું મ્હોરું પહેરીને ફરનારા વીરપ્પા મોઈલીને લાગે છે કે તમામ તેમની જેમ જૂઠ્ઠા છે. સિરોયે કહ્યુ છે કે જો તમને રામમાં શ્રદ્ધા છે, તો તમે ઉપવાસ કરી શકો છો અને જીવિત પણ રહી શકો છો. જો તમે ગાંધી પરિવારને ખુશ કરી રહ્યા છો, તો આવું નહીં થઈ શકે. પરિવારને ખુશ કરવાની આ કોશિશો છતાં મોઈલીને ચિકબલ્લાપુરથી કોંગ્રેસની ટિકિટ મળશે નહીં.