રામમંદિરના બે સમર્થકોને ભારતરત્ન બાદ હવે બાબરી પર ચઢનાર ડૉ. અજીત ગોપછડે રાજ્યસભા જશે, શું છે રણનીતિ?
મુંબઈ: ભાજપે મહારાષ્ટ્રમાં રાજ્યસભાના ત્રણ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ લોકોમાં ભૂતપૂર્વ સીએમ અશોક ચવ્હાણ, મેધા ગાડગિલ અને ડૉ. અજીત ગોપછડે છે. તેમાં સૌથી ચોંકાવનારા નામ અજીત ગોપછડેનું છે. તેમની બાબરી પર ચઢવાની તસવીર આજે પણ વાયરલ થઈ રહી છે. તેવામાં તેમણે રાજ્યસભા મોકલવાનો નિર્ણય મહત્વનો છે. કેન્દ્રની મોદી સરકાર આના પહેલા રામરથયાત્રા કાઢીને ભાજપને નવી ઊંચાઈ પર લઈ જનારા લાલકૃષ્ણ અડવાણીને ભારતરત્ન આપી ચુકી છે.
આના સિવાય રામમંદિરના વધુ એક તરફદાર અને ભૂતપૂર્વ વડાપ્રધાન પી. વી. નરસિમ્હારાવને પણ આ સમ્માન ગત દિવસોમાં આપવામાં આવ્યું છે. આ પ્રકારે રામમંદિર સાથે જોડાયેલા ત્રીજા શખ્સને મોદી સરકારે સમ્માન કર્યું છે. ડૉ. અજીત ગોપછડેએ ખુદ પણ પોતાની તે તસવીર રામલલા પ્રાણપ્રતિષ્ઠાના એક દિવસ પહેલા જ શેયર કરી હતી. આ તસવીરમાં તેઓ બાબરી પર ચઢેલા દેખાય છે. તેમણે એક્સ પર ફોટોગ્રાફ શેયર કરતા લખ્યું હતું કે રામલલાની પ્રાણપ્રતિષ્ઠા જોઈને ગર્વ થઈ રહ્યો છે. અમે પણ આ આંદોલનમાં કારસેવકની ભૂમિકામાં હતા. આ દિવસે મને 6 ડિસેમ્બર, 1992ની યાદ અપાવી દીધી છે. બાબરી ઉપરની મારી એક તસવીર વાયરલ થઈ રહી છે. મારું હ્રદય ફરી એકવાર તે યાદોમાં ખોવાય ગયું છે.
ડૉ. અજીત ગોપછડે લિંગાયત સમુદાયમાંથી આવે છે. લિંગાયતની ઘણી મોટી વસ્તી કર્ણાટકમાં છે. આ સિવાય મહારાષ્ટ્રની પણ કેટલીક લોકસભા બેઠકો પર લિંગાયત વોટર્સનો પ્રભાવ છે. ડૉ. અજીત ગોપછડે આરએસએસના પ્રચારક રહી ચુક્યા છે અને મહારાષ્ટ્રમાં લાંબો સમયથી સક્રિય છે. તેઓ પ્રદેશ ભાજપના મેડિકલ સેલના પ્રભારી પણ છે. આ સેલના પ્રભારી રહેવા દરમિયાન તેમમે લગભગ 50 હજાર ડૉક્ટરોને પાર્ટી સાથે જોડયા છે. તેઓ એમબીબીએસ અને એમડીનો અભ્યાસ કરી ચુક્યા છે. ભાજપે તેમને રાજ્યસભા મોકલીને એ સંદેશ આપ્યો છે કે તે રામમંદિર આંદોલન સાથે જોડાયેલા લોકોનું સમ્માન કરી રહ્યું છે.
રામલલાની પ્રાણપ્રતિષ્ઠા દરમિયાન 1992ની ઘટના અને તેના પહેલા ચાલી રહેલા આંદોલનમાં સામેલ લોકોને યાદ કરાય રહ્યા હતા. ક્યાં ચહેરા હાજર છે અને ક્યાં નહીં, તેની પણ ચર્ચા થઈ રહી હતી ભાજપ સરકારે પહેલા અડવાણીને ભારતરત્નથી નવાજયા અને ગોપછડેને રાજ્યસભા મોકલીને સંદેશ આપ્યો છે કે તેઓ રામમંદિર આંદોલનનો હિસ્સો રહી ચુકેલા લોકોને ભૂલ્યું નથી. આ સિવાય ગોપછડે જેવા નેતાને રાજ્યસભા મોકલવાથી પાર્ટીના હાર્ડકોર સમર્થકો અને આરએસએસની કેડરમાં પણ ઉત્સાહનો સંચાર થશે.