ડૉ.ભીમરાવ આંબેડકરની 133મી જન્મજયંતિ પર પીએમ મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ એ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી
- આજે ભીમરાવ આંબેડકરની આજે 133મી જન્મજયંતી
- પીએમ મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ એ ઉજવણીમાં ભાગ લીધો
દિલ્હી – દેશભરમાં આજે ડૉ. ભીમરાવ આંબેડકરની 133મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે,દરેક સ્થળોએ તેમની પ્રતિમા પર પુશ્પાંજલિ કરવામાં આવી વરહહી છએ તો કેટલાક સ્થળોએ રેલી કાઢવામાં આવી રહી છે ત્યારે આ ભીમરાવ આંબેડકરની જન્મજયંતી પ્રસંગની ઉજવણીનું આયોજન સંસદભવનના લૉનમાં કરવામાં આવ્યું હતું.
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ એ પણ ્હી હાજરી આપી હતી આ સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડૉ. ભીમરાવ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી, એનસીપી પ્રમુખ શરદ પવાર, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને અન્ય નેતાઓએ હાજરી આપી હતી.
ભીમરાવની જન્મજયંતિના પ્રસંગે રાષ્ટ્રપતિ મુર્મુએ ર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી. તેમણે ટ્વિટર પર ટ્વિટ કરીને કહ્યું કે હું બંધારણના ઘડવૈયા બાબાસાહેબ ભીમરાવ રામજી આંબેડકરની જન્મજયંતિ પર તમામ દેશવાસીઓને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. શાણપણના પ્રતીક અને અદભૂત પ્રતિભાના માણસ, ડૉ. આંબેડકરે પ્રતિકૂળ સંજોગોમાં પણ શિક્ષણશાસ્ત્રી, કાનૂની નિષ્ણાત, અર્થશાસ્ત્રી, રાજકારણી અને સમાજ સુધારક તરીકે કામ કર્યું અને રાષ્ટ્રના કલ્યાણ માટે બધામાં જ્ઞાન ફેલાવ્યું.
ઉલ્લેખનીય છે કે આજના આ ખાસ દિવસની ઉજવણી દેશભરમાં કરવામાં આવી રહી છએ બંધારણના ઘડવૈયાની જન્મજયંતિના પ્રસંગે અનેક નેતાઓ તેમની પ્રતિમા પર પુષ્પાજંલિ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે 14 એપ્રિલ, 1891 ના રોજ જન્મેલા, આંબેડકર એક ભારતીય ન્યાયશાસ્ત્રી, અર્થશાસ્ત્રી, રાજકારણી અને સામાજિક સુધારક હતા જેમણે સામાજિક ભેદભાવ સામે ઝુંબેશ ચલાવી હતી અને મહિલાઓ અને કામદારોના અધિકારોને સમર્થન આપ્યું હતું. 6 ડિસેમ્બર, 1956ના રોજ તેમનું અવસાન થયું. 1990 માં, આંબેડકરને ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર, ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો.