1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. GTUના કુલપતિ ડો રાજુલ ગજ્જરને શ્યામાપ્રસાદ મુખરજી પુસ્કાર એનાયત કરાયો
GTUના કુલપતિ ડો રાજુલ ગજ્જરને શ્યામાપ્રસાદ મુખરજી પુસ્કાર એનાયત કરાયો

GTUના કુલપતિ ડો રાજુલ ગજ્જરને શ્યામાપ્રસાદ મુખરજી પુસ્કાર એનાયત કરાયો

0
Social Share

અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કુલપતિ ડો. રાજુલ કે.ગજ્જરને કેળવણી ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન અને નેતૃત્વ બદલ 2024ના વર્ષ માટેનો ડો.શ્યામાપ્રસાદ મુખર્જી પ્રશસ્તિપત્ર પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. આ પુરસ્કાર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (I.I.T.) ના વિદ્યાર્થીઓ દ્વારા શરૂ કરવામાં આવેલા ReTHINK INDIA દ્વારા પ્રદાન કરવામાં આવ્યો છે. આ એવોર્ડ India International Center, Delhi ખાતે તારીખ 23મી જુનના  રોજ પ્રશસ્તિપત્ર આપી એનાયત કરવામાં આવ્યો હતો.  જે UN Public Service Day તરીકે ઉજવાય છે અને ડો.શ્યામાપ્રસાદ મુખરજીની પુણ્યતિથિ પણ હતી..

ડૉ. ગજ્જરને આ એવોર્ડ ઉચ્ચ શિક્ષણમાં Emerging Technologies અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના એકીકરણ તરફ તેમની અગ્રણી પહેલને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યો છે. તેમના નેતૃત્વ હેઠળ, GTU Digital ટેક્નોલોજીના સક્રિય ઉપયોગ મારફતે પરિવર્તનકારી સફરનું સાક્ષી બની રહી છે અને જેના થકી GTUની શૈક્ષણિક અને વહીવટી પદ્ધતિઓમાં પણ સતત સુધારા થઇ રહ્યા છે. વધુમાં ડૉ. ગજ્જરની વ્યૂહાત્મક દ્રષ્ટિએ અદ્યતન સંશોધનને પણ સમર્થન આપ્યું છે.

ડૉ. ગજ્જરના નેતૃત્વ હેઠળ GTUને શૈક્ષણિક નવીનતા માં મોખરે સ્થાન મળ્યું છે. તેઓએ શૈક્ષણિક રીસર્ચને જ નહિ પરંતુ ઇનોવેશન થકી સામાજિક પડકારોનું પણ યોગ્ય સમાધાન પ્રાપ્ત કરવા StartUp અને Innovation eco-system નું પણ મજબુત માળખું તૈયાર કર્યું છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code