1. Home
  2. ગુજરાતી
  3. ડો.રેડ્ડીઝનો દાવો – ભારતમાં કોરોનાની વેક્સિન નવેમ્બર મહિના સુધીમાં આવી જશે
ડો.રેડ્ડીઝનો દાવો – ભારતમાં કોરોનાની વેક્સિન નવેમ્બર મહિના સુધીમાં આવી જશે

ડો.રેડ્ડીઝનો દાવો – ભારતમાં કોરોનાની વેક્સિન નવેમ્બર મહિના સુધીમાં આવી જશે

0
Social Share
  • ડો રેડ્ડીઝએ કર્યો દાવો
  • ભારતમાં કોરોનાની વેક્સિન નવેમ્બર સુધી આવી જશે
  • રેડ્ડીનો સ્ટોક 181 રુપિયાની મજબૂતી સાથે 4624.45 પર પહોંચ્યો
  • રેડ્ડીઝ લેબ એ ભારતમાં કોરોનાની 10 મિલિયન વેક્સિન વેચવા માટે કરાર કર્યો છે

સમગ્ર વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે દરેકની નજર રહવે ઓક્સોફોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલી વેક્સિન પર છે આ વેક્સિનના બે તબક્કા સફળ પૂર્ણ થઈ ગયા છે ત્યારે હવે તેના ત્રીજા તબક્કાનું પરિક્ષણ ભારતમાં થનાર છએ જેને લઈને સો કોઈ આશા સેવી રહ્યું છે,વેક્સિન આવતા કોરોના મહામારીમાંથી છૂટકારો મેળવવો હવે લોકોનો ધ્યેય બન્યો છે.

ડો. રેડ્ડીઝ લેબ એ ભારતમાં કોરોનાની 10 મિલિયન વેક્સિન વેચવા માટે રશિયાના નિર્માતા રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ સાથે કરાર કર્યો છે. આ વેક્સિન નવેમ્બર સુધીમાં ભારતમાં આવી શકે છે. આ ખબર વાયુવેગ પ્રસરતાની સાથે બીએસઈ પર ડો,રેડ્ડીનો સ્ટોક 181 રુપિયાની મજબૂતી સાથે 4624.45 પર પહોંચ્યો ચૂક્યો છે.

રશિયન કંપની રેડ્ડીઝને 100 મિલિયન વેક્સિન પુરી પાડશે

મળતી માહિતી પ્રમાણે આરડીઆઈએફ એ રશિયાની સ્પુતનિક વી વેક્સિનને ભારતમાં ક્લિનિકલ ટ્રાયલ અને વિતરણ માટે ડો, રેડ્ડીની લેબોરેટરીઝ સાથે કરાર કરવામાં આવ્યા છે. આ કરાર મુજબ રશિયન કંપની રેડ્ડીઝને 100 મિલિયન વેક્સિન પુરી પાડશે, આરડીઆઇએફના સીઈઓ કિરીલ ડિમિટ્રીવ એ એક નિવેદનમાં જણાવ્યું છે કે, જો વેક્સિનનું પરિક્ષણ સફળ રહેશે તો નવેમ્બર સુધીમાં આ વેક્સિન ભારતમાં ઉપલબ્ધ થઈ જશે. તેમણે કહ્યું કે, ડો,રેડ્ડીઝ લગભગ 25 વર્ષોથી રશિયામાં વ્યવસાયિક હાજરી ધરાવે છે અને એક મોટી ભારતીય કંપની પણ છે.

તેમણે એવો દાવો પણ કર્યો હતો કે, હ્યુમન એડીનોવાયરસ ડ્યુલ વેક્ટર પ્લેટફોર્મ પર આધારિત રશિયન વેક્સિન ભારતમાં કોવિડ -19 સામે સલામત રીતે લડાઈ લડવામાં મદદ કરશે. તેમણે કહ્યું કે છેલ્લા એક દાયકામાં અંદાજે 250 ક્લિનીકલ ટ્રાયલ કરવામાં આવ્યું છે,અને તેના કોઈ સંભવિત નકારાત્મક પરિણામો જોવા મળ્યા નથી.

ભારતમાં થશે વેક્સિનના ત્રજા તબક્કાનું પરિક્ષણ

ડો. રેડ્ડીઝના મેનેજિંગ ડિરેક્ટર જી.વી.પ્રસાદે આ બાબતે કહ્યું, ‘આ વેક્સિનનો પ્રથમ અને બીજો તબક્કો સફળ રહ્યો છે,હવે તેના ત્રીજા તબક્કાનું પરિક્ષણ ભારતમાં કરવામાં આવશે,ઉલ્લેખનીય છે કે, વિશ્વની પ્રથમ કોરોના વેક્સિન 11 ઓગસ્ટના રોજ રશિયામાં બનાવવાની શરુાત કરાઈ હતી જેનું પ્રથમ અને બીજા તબક્કે સફળ પરિક્ષણ થી ચૂક્યુ છે.

ભારત સહીત વિશ્વાના કેટલાક દેશો વેક્સિન બનાવવાની હોડમાં છે ત્યારે વિશ્વના લોકો વેક્સિન પર નજર રાખીને બેઠા છે,કોરોના સામે સતત 6 મહિનાથી વધુ સમયની લડતથી હવે લોકો વેક્સિન પર આશ કરી રહ્યા છા ,ત્યારે હવે જોવું રહ્યું કે વેક્સિન આવતા જ કોરોનાને માત મળશે કે લડત જારી રહેશે.

સાહીન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code