નવી દિલ્હીઃ વિદેશમંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકર વૉશ્ગિંટ્ન ડીસીમાં અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન સાથે મુલાકાત કરશે. બંને દેશો વચ્ચે યુક્રેન યુદ્ધ, પશ્ચિમ એશિયા સંકટ, વેપાર સહિતના દ્વીપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે. ડૉ. જયશંકર ગઈકાલે વૉશિંગ્ટન ડીસી પહોંચ્યા હતા. તેઓ બાઇડન પ્રશાસનના અન્ય વરિષ્ઠ મંત્રીઓ અને અધિકારીઓ સાથે મુલાકાત કરશે.
આ ઉપરાંત અમેરિકામાં રાજદ્વારી બાબતોના વિચાર – મંચ અને નિષ્ણાતો સાથે સંવાદ કરશે. અગાઉ આ મહિનાની 21 તારીખે ડેલાવેરમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓ વચ્ચેએ ક્વાડ શિખર સંમેલનમાં ભાગ લીધો હતો.