ડ્રેગન ફ્રૂટ કે જેને કમલમ નામ ભારતમાં આપવામાં આવ્યું છે આ ફળ આરોગ્યની દ્રષ્ટીએ ખૂબ જ ફાયદા કારક છે. આ ફળનો આકાર કમળની જેમ છે એટલે એનું નામ ડ્રેગન ફ્રૂટથી બદલીને હવે કમલમ કરવામાં આવ્યું છે. આ ફળ ખાવાન વિવિધ ફાયદાઓ છે. જો તેના દેખાવની વાત કરીએ તો તે અંદરથી સફેદ પણ આવે છે અને આખું લાલ રંગ બીટ જેનું પણ આવે છે.ચાલો જાણીએ આ ફળ આરોગ્યને કઈ રીતે કરે છે ફાયદો
આ ફ્રૂટ પોષકતત્ત્વોથી સંપૂર્ણ અને ભરપૂર છે. આ ફળનો સ્વાદ કિવી જેવો થોડો લાગે છે, સફેદ પળ કિવી જેવુ જ હોય છે તો લાલ ફળ થોડુ મીઠાશ વાળું હોય છે.
આ સાથે જ આ ફળમાં ફાઇબર અને મેગ્નેશિયમ હોય છે અને તેની કેલરી એકદમ લૉ હોવાથી તે પોષણક્ષમ અને પાણીથી ભરપૂર ફળ કહી શકાય.
કમલમ ફળમાં એન્ટિઑક્ટિડન્ટ્સ હાજર હોય છે જે કોષને નુકશાન થવાથી બચાવે છે, આ સાથે જ તે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ અટકાવે છે અને ફેટી લિવરની સ્થિતિ ઘટાડે છે. પ્રિબાયોટિક ફાઇબર હોવાથી તે સારા બેક્ટેરિયાનો વિકાસ કરવામાં મદદ કરે છે અને ચયાપચયની ક્ષમતા વધે છે.
આ સાથે જ તેમાં વિટાિમન-સી હોવાના કારણે કોષની રોગપ્રતિકારક શક્તિ વધે છે. એન્ટિ-ઑક્સિડન્ટ્સ હોવાના કારણે હિમોગ્લોબિન વધે છે અને હાડકાં મજબૂત બને છે.
ગર્ભાશય સ્ત્રીઓ માટે તેનું સેવન વધુ ગુણકારી છે,તેમાં રહેલા કાર્બોહાઇડ્રેટ્સ ઉર્જા સંગ્રહ માટે પ્રેગનેન્ટ સ્ત્રીઓ માટે મદદરૂપ થાય છે તેમાં ફેટ્સ સારા પ્રમાણમાં હોય છે જે મોટે ભાગે મોનોસેચ્યુરેટેડ હોય છે.વિટામીન્સ અને એન્ટિ ઑક્સિડન્ટ્સ માતા અને બાળકને ઇન્ફેક્શન્સથી બચાવે છે.