ગુજરાત સરકારે ડ્રેગન ફ્રૂટનું નામ બદલી ‘કમલમ’ રાખ્યું
- ગુજરાત સરકારે બદલ્યું ડ્રેગન ફ્રૂટનું નામ
- હવે ડ્રેગન ફ્રૂટને કહેવાશે કમલમ
- નામ બદલવા પાછળ રાજકારણ જેવું કંઈ નથી – વિજય રૂપાણી
ગાંધીનગર: ગુજરાત સરકારે ડ્રેગન ફ્રૂટનું નામ બદલવાનો નિર્ણય કર્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અંગે માહિતી આપી હતી. તેણે કહ્યું કે, ડ્રેગન ફ્રૂટનું નામ બદલીને ‘કમલમ’ રાખવામાં આવ્યું છે. સીએમએ કહ્યું કે, ડ્રેગન ફ્રુટ કમળ જેવું લાગે છે, તેથી તે વિચારવામાં આવ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે, તેમાં રાજકારણ જેવું કંઈ નથી. ભારતીય જનતા પાર્ટીનું પ્રતીક કમળ છે. એટલું જ નહીં, ગાંધીનગરમાં ભાજપના મુખ્ય મથકનું નામ પણ ‘શ્રીકમલમ’ છે.
ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ પત્રકારો સાથે વાતચીતમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, ગુજરાત સરકારે ડ્રેગન ફ્રૂટનું નામ બદલીને ‘કમલમ’ કરવા માટે અરજી કરી છે. રૂપાણીએ એમ પણ કહ્યું કે, કોઈ પણ ફળને ડ્રેગન કહેવું યોગ્ય નથી.
રૂપાણીએ કહ્યું કે કમલમ સંસ્કૃત શબ્દ છે. અને તે ફળને જોવામાં કમળ જેવું લાગે છે. તેથી અમે નક્કી કર્યું છે કે તેનું નામ કમલમ હશે. આની પાછળ કોઈ રાજકીય કારણ નથી. સીએમએ વધુમાં જણાવ્યું હતું કે, દેશમાં લાંબા સમયથી એક પ્રકારના કેક્ટસ તરીકે ડ્રેગન ફળની ખેતી કરવામાં આવે છે. તેનું નામ બદલવાથી કોઈએ ચિંતા કરવાની જરૂર નથી.
-દેવાંશી