અમદાવાદના હાંસોલની ડ્રેનેજ સમસ્યાના ઉકેલ માટે સાત કરોડના ખર્ચે પમ્પિગ સ્ટેશન બનાવાશે
અમદાવાદઃ શહેરના હાંસોલ વિસ્તારમાં ડ્રેનેજની સમસ્યાથી લોકો પરેશાન થઈ રહ્યા છે. આ વિસ્તારમાં ઘણી સોસાયટીઓમાં ખાળકૂવા છે. તેમજ 40થી વધુ સોસાયટીઓમાં ગટર સુવિધા નહોવાથી ગેરકાયદેસર રીતે ગટર જોડાણ સાબરમતી નદીમાં કરી ટ્રીટ કર્યા વિનાનું પાણી છોડવામાં આવતું હતું. એએમસીની હાઇકોર્ટ દ્વારા ઝાટકણી કાઢવામાં આવ્યા બાદ હવે વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવું સુએજ પમ્પિંગ સ્ટેશન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સોમવારે વોટર કમિટીમાં 7 કરોડના ખર્ચે નવું સુએજ પમ્પિંગ સ્ટેશન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
એએમસીના વોટર સપ્લાય એન્ડ સુએજ કમિટીના ચેરમેન દિલીપ બગરીયાએ જણાવ્યું હતું કે, એએમસી દ્વારા શહેરના ઉત્તર ઝોનમાં આવેલા સરદારનગર વોર્ડમાં 7 કરોડના ખર્ચે નવું સુએઝ પમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવશે. આ હેતુસર હાંસોલમાં રાઈઝિંગ મેઈન સાથે રિવરસાઈડ સ્કુલની પાછળ નવું સુએઝ પમ્પિંગ સ્ટેશન તૈયાર કરવામાં આવ્યા પછી હાંસોલ, સરદારનગર, સહિતના વિસ્તારોના રહીશોને લાભ થશે. હાંસોલમાં સોસાયટીઓમાંથી ગેરકાયદે ગટર જોડાણો મારફતે સાબરમતી નદીમાં ટ્રીટ કર્યા વિના છોડવામાં આવતા ગંદા પાણીને કારણે સાબરમતી નદીનું પાણી પ્રદૂષિત થવાને કારણે સર્જાતી સમસ્યાનો અંત આવશે. ઉત્તર ઝોનમાં આવેલા સરદારનગર વોર્ડમાં 7 કરોડના ખર્ચે નવું સુએઝ પમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવશે.
શહેરના હાંસોટ વિસ્તારમાં કરોડો રૂપિયાના બંગલા બનાવી દેવામાં આવ્યા હતા. ત્યાં કોઈપણ ડ્રેનેજ લાઈન હતી નહીં. માત્ર ખાળકુવા જ હતા. જે વારંવાર ઊભરાઈ જતા લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. ઉપરાંત ડ્રેનેજ ઉભરાવાની અને રોડ પર ગટરના ગંદા પાણી ફરી વળતા હોવાની તેમજ ટ્રીટ કર્યા વિના ગંદા પાણી નદીમાં છોડવાને કારણે સાબરમતી નદી પ્રદૂષિત થતી હોવાને મામલે હાઈકોર્ટમાં રિટ કરવામાં આવી હતી અને ગુજરાત હાઈકોર્ટના આદેશને પગલે ગેરકાયદે ગટર જોડાણો કાપી નાંખવામાં આવ્યા હતા. હવે ડ્રેનેજની સમસ્યાનો અંત આવશે. ઉત્તર ઝોનમાં આવેલા સરદારનગર વોર્ડમાં 7 કરોડના ખર્ચે નવું સુએઝ પમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવશે. આ હેતુસર હાંસોલમાં રાઈઝિંગ મેઈન સાથે રિવરસાઈડ સ્કુલની પાછળ નવું સુએઝ પમ્પિંગ સ્ટેશન તૈયાર કરવામાં આવ્યા પછી હાંસોલ, સરદારનગર, સહિતના વિસ્તારોના રહીશોને લાભ થશે. આ વિસ્તારમાં આવેલા કર્ણાવતી ક્લાસીક, આર. એલીગન્સ, હરિઓમ, લીલામણિ, વગેરે જેવી સોસાયટીઓના રહીશોના એસોસીશનો દ્વારા પાણીના કાયદેસર જોડાણ મેળવવા માટે અરજી કરવાની રહેશે અને જરૂરી ફી, રકમ વસૂલીને AMC દ્વારા આ સોસાયટીઓને કાયદેસર જોડાણ અપાશે.