Site icon Revoi.in

ભારતના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બન્યા દ્રૌપદી મુર્મૂ, શપથ ગ્રહણ કર્યાં

Social Share

દિલ્હીઃ- નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજે દેશના  15માં રાષ્ટ્રપતિ બન્યા છે. દ્રૌપદી મુર્મુએ આજે ​​દેશના સર્વોચ્ચ બંધારણીય કાર્યાલયના શપથ લીધા હતા. મુખ્ય ન્યાયાધીશ એનવી રમનાએ તેમને રાષ્ટ્રપતિ પદના શપથ લેવડાવ્યા હતા.

દ્રૌપદી મુર્મૂના આ શપથ સમારોહમાં દેશના ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ એમ વેંકૈયા નાયડુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા, મંત્રી પરિષદના સભ્યો, રાજ્યપાલો, મુખ્યમંત્રીઓ, રાજદ્વારી મિશનના વડાઓ, સંસદના સભ્યો અને મુખ્ય નાગરિક અને લશ્કરી અધિકારીઓ હાજર રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે  મુર્મુએ વિરોધ પક્ષોના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિન્હાને હરાવીને ઈતિહાસ રચ્યો છે.તેઓ દેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બન્યા છે,દેશભરમાં તેમની ચર્ચાઓ છે. આઝાદી પછી જન્મ લેનાર તે પ્રથમ અને ટોચના પદ પર રહેનાર સૌથી યુવા રાષ્ટ્રપતિ તેઓ બન્યા છે. આ સાથે જ રાષ્ટ્રપતિ બનનાર તેઓ બીજી મહિલા પણ છે.