- ડીઆરડીઓનું સફળ મિસાઈલનું નિર્માણ
- MRSAM મિસાઈલનું નિર્માણ કર્યું
- ઈઝરાયેલ સાથે મળીને બનાવી આ ખાસ મિસાઈલ
- જમનીર પરથી હવામાં વાર કરવાની ક્ષમતા ધરાવે છે
દિલ્હીઃ-ડીઆરડીઓ એ મિસાઈલ ક્ષેત્રમાં આત્મ નિર્ભર ભારત હેઠળ અનેક મિસાઈલનું નિર્માણ કર્યું છે, ત્યારે હવે ફરી એક વખત ઇઝરાયેલના સાખ સહકારથી ડીઆરડીઓ એ એક ખાસ પ્રકારની MRSAM મિસાઈલનું નિર્માણ કર્યું છે, જે વિતેલા દિવસને બુધવારે પરિક્ષણ દરમિયાન સફળ નિવડી છે, આ મિસાઇલ દ્વારા 70 કિલોમીટરના એરિયામાં કોઈ પણ ટાર્ગેટને પુરો કરવાની ક્ષમતા ધરાવે છે.
આ મિસાઈલ તેના ખાસ ટાર્ગેટમાં, ફાઇટર વિમાન, ડ્રોન, હેલિકોપ્ટર, નિરીક્ષક વિમાન વગેરેને હિટ કરી શકે એવી ક્ષમતા ધરાવનારી મિસાઈલ છે,જેનું નિપર્માણ ડીઆરડીઓએ ઇઝરાયેલ એરોસ્પેશ ઇન્ડસ્ટ્રીઝના સપોર્ટ થકી કર્યું છે
બુધવારની વહેલી સવારે 4 વાગ્યા આસપાસ આ મિલસાઈલનું ઓરિસાના ચાંદીપુરના એલસી-થ્રી પરથી પરિક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું . આ મિસાઇલ પોતાની ધરી પર 360 ડિગ્રી ફરીને એક સાથે એક કરતાં વધુ ટાર્ગેટ પર પ્રહાર કરવાની ક્ષમતા ધરાવે છે, ગણતરીની સેકરન્ડોમાં તે તેનો ટાર્ગેટ પુરો કરી લે છે.
મિસાઈલનું પરિક્ષણ માનવ રહીત યાન બંસી સાથે હાથ ધરવામાં આવ્યું હતું. જેને આ મનિસાઈલ દ્વારા ટક્કર મારવામાં આવી હતી જેમાં મિસાઈલ સફળ નિવડી છે,. MRSAM Missileનું સર્જન ભારત ડાયનેમિક્સ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું હતું. જે હવે લશ્કરમાં સમાવેશ થતાની સાથે જ તેમની તાકાતમાં બે ગણો વધારો કરશે
સાહિન-