DRDO દ્વારા ગોદરેજ સહીતની 10 કંપનીઓ સાથે ઓક્સિજન જનરેટર બનાવવા માટે કરાર-પ્રથમ બેચ ઉત્તરાખંડ, યુપી અને એમપીને આપવામાં આવશે
- ગોદરેજ સહીત 10 કંપની બનાવશે ઓક્સિજન જનરેટર
- ડિઆરડીઓએ આ 10 કંપનીઓના શીરે સોંપી જવાબદારી
દિલ્હીઃ- ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન અટલે કે ડિઆરડીઓ એ ઓક્સિજન જનરેટર બનાવવા માટે ગોદરેજ સહિતની 10 ખાનગી ક્ષેત્રની કંપનીઓ સાથે કરાર કર્યો છે.
વિતેલા દિવસને મંગળવારે જારી કરવામાં આવેલા નિવેદનમાં જી એન્ડ બીએ જણાવ્યું હતું કે, ગોદરેજ પ્રિસિઝન એન્જિનિયરિંગ બેંગ્લોરને ડીઆરડીઓની લેબોરેટરી ડિફેન્સ બાયો-એન્જિનિયરિંગ અને ઇલેક્ટ્રોમિકેનિકલ લેબોરેટરીમાંથી ઓક્સિજન જનરેટર બનાવવાના આદેશ મળ્યા છે.
ગોદરેજે જારી કરેલા પોતાના નિવેદનમાં આ બાબતને લઈને જણાવ્યું હતું કે, કોરોનાના ઘણા વેરિએન્ટ મળવાના કારણે મહામારીનું જોખમ વધારે છે, આવી સ્થિતિમાં તબીબી ઓક્સિજનની જરૂરિયાત ઝડપથી વધી રહી છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને, અમે ટૂંક સમયમાં ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશની હોસ્પિટલોમાં મેડિકલ ઓક્સિજન જનરેટરની પ્રથમ બેચ સપ્લાય કરીશું. દરેક જનરેટર પ્રતિ મિનિટ 250 લિટર ઓક્સિજન ઉત્તપન કરવાની ક્ષમતા ધરાવશે,આ ઓક્સિજન 500 જેટલા દર્દીઓની જરુરીયાત પુરી પાડી શકશે.
ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી તરંગમાં ઓક્સિજનનો ખૂબ અભાવ રજોવા મળ્યો હતો ત્યારે હવે આવનારા તહેવારોને લઈને કોરોનાથી સરકાર સતર્ક બની છે અને તેના માટેની સૂર્વ તૈયારી કરી રહી છે,એટલા માટે આ ઓક્જિન જનરેટરનું નિર્માણ થી રહ્યું છે, જો કોરોનાને લઈને સ્થિતિ કથળે તો પુરતા પ્રમાણમાં યોક્સિજન હોય તે જરુરી છે.