દિલ્હીમાં ડીઆરડીઓએ ફરીથી કોવિડ સેન્ટરનો આરંભ કર્યો -500 માંથી હાલ 250 આઈસીયૂ બેડની વ્યવસ્થા કરાઈ
- ડીઆરડીઓ દ્રારા કોવિડ સેન્ટરનો આરંભ
- આ સેન્ટરમાં 500 બેડની વ્યવસ્થા કરાઈ
દિલ્હી – દેશની રાજધાની દિલ્હીમાં સતત કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે કોવિડ સેન્ટરની શરુઆત પણ કરવામાં આવી રહી છે,જેથી દર્દીઓને સરળતાથી સારવાર મળી રહે, ત્યારે હવે રાજધાનીમાં સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠનએ કોરોના બેડ ધરાવતા કોવિડ સેન્ટર ફરીથી શરુઆત કરી છે, આ કોવિડ સેન્ટરમાં 500 આઈસીયું બેડની વ્યવસ્થા સ્થાપિત કરાઈ છે, જેથી દર્દીઓને સારવાર સરળતાથી ઉપલબ્ધ થઈ શકે છે.
ડીઆરડીઓના અધિકારી પાસેથી મળતી માહિતી પ્રમાણે, આ કોવિડ કેર સેન્ટરને ડોકટરોને સોંપવામાં આવ્યું છે. સોમવારથી અહીં દર્દીઓને દાખલ કરી શકાશે, હાલ થોડા દિવસો પુરતા અહીં 250 પથારીની વ્યવસ્થા રહેશે ત્યાર બાદ દર્દીઓ માટે 500 બેડ ઉપલબ્ધ થશે. અહીં દવાઓની પણ સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આલી છે. આવશ્યક દવાઓ ઓછી ન થાય તે માટે અમે સરકાર સાથે મળીને કામ કરીશું.
ઉલ્લેખનીય છે કે વધતા જતા કોરોનાના કેસો વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલએ પીએમ મોદીને પત્ર લખ્યો હતો જેમાં કેન્દ્રની હોસ્પિટલોમાં 10 હજારમાંથઈ 7 હજાર બેડ કોરોના માટે સુરક્ષિત કરવાની માંગ કરી હતી,તેમણે પત્રમાં કહ્યું કે,દિલ્હીમાં ઓક્સિજનની ખૂબ અછત વર્તાઈ રહી છે,જેથી ઓક્સિજનની વ્યવસ્થા કરી આપવામાં આવે,તેમણે અપીલ કરી હતી કે ડીઆરડીઓ 500 બેડનું કોવિડ સેન્ચર બનાવી રહ્યા છે જે 1 હજાર બેડનું કરવામાં આવે.
સાહિન-