- ડિઆરડીઓએ અગહ્નિ પ્રાઈમ મિસાઈલનું સફળ પરિક્ષણ કર્યું
- 1500 થી 2 હજાર કીમી સુધી વાર કરવાની ક્ષમતા
દિલ્હીઃ- ડીઆરડીઓ દ્રારા આજે એટલે કે સોમવારની સવારે 10- વાગ્યે 55 મિનિટે અગ્નિ પ્રાઈમ મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતુ ,આ સુવિધાથી સજ્જ વિકસિત મિસાઇલનું સફળતાપૂર્વક ઓડિશાના દરિયાકાંઠે પરીક્ષણ કરવામાં આવ્યું હતું. અગ્નિ પ્રાઇમમાં અત્યાધુનિક તકનીકનો ઉપયોગ કરવાને કારણે, તેમાં અગાઉની આવૃત્તિ કરતા ઓછા વજનવાળી એક આકર્ષક મિસાઇલ શક્તિ છે.
ડીઆરડીઓના અધિકારીએ આપેલી માહિતી પ્રમાણે ડીઆરડીઓ દ્વારા અગ્નિ પ્રાઇમ મિસાઇલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ મિસાઈલને 4 હજાર કિ.મી.ની રેન્જવાળી અગ્નિ-4 અને 5 હજાર કિલો મીટરની અગ્નિ 5 મિસાઇલમાં ઉપયોગ થનારી અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને અગ્નિ પ્રાઇમ મિસાઇલની રચના કરવામાં આવી છે. અગ્નિ પ્રાઇમ મિસાઇલની મારક ક્ષમતા 1000 થી 2000 કિલો મીટરની છે, પરંતુ આ મિસાઇલ અત્યાધુનિક ઉપકરણોથી સજ્જ છે.
અધિકારીએ જણાવ્યું હતું કે, ઓડિશાના પૂર્વ દરિયાઈ કિનારે સ્થિત વિવિધ રડાર અને અન્ય તકનીકના માધ્યમથી રડાડને ટ્રેક કરવામાં આવ્યો હતો. આ મિસાઈલે ઉચ્ચ સ્તરની ગુણવત્તા સાથે મિશનના ઉદ્દેશ્ય સચોટતા સાથે પાર પાડ્યા છે.
જાણો આ મિસાઈલની ખાસિયતો
- અગ્નિ પ્રાઇમ મિસાઇલ બે તબક્કા અને સોલિડ ફ્યૂલ પર આધારિત છે.
- આ મિસાઈલ અદ્યતન રિંગ-લેસર ગાયરોસ્કોપના આધારે ઇનર્ટિશિયલ નેવિગેશન સિસ્ટમ દ્વારા નિર્દેશિત કરવામાં આવશે.
- બંને તબક્કામાં સંયુક્ત રોકેટ મોટર્સ છે. તેની ગાઈડેન્સ સિસ્ટમ ઇલેક્ટ્રોમિકેનિકલ એક્ટ્યુએટર્સથી સજ્જ છે.
- આ મિસાઈલ સિંગલ-સ્ટેજ અગ્નિ-1 ની જેમ, ડબલ-સ્ટેજ વાળી અગ્નિ પ્રાઇમને રાહત સાથે માર્ગ અને મોબાઈલ લોંચરો બન્નેથી ફાયક કરી શકાશે.
- અગ્નિ પ્રાઇમમાં અત્યાધુનિક તકનીકનો ઉપયોગ કરવાને કારણે, તેમાં અગાઉની આવૃત્તિ કરતા ઓછા વજનવાળી એક આકર્ષક મિસાઇલ શક્તિ છે.