- ડીઆરડીઓએ ઈઝરાયલના સહકારથી વિકસાવી હતી મિસાઈલ
- સરફેસ ટુ એર મિસાઇલનું સફળ પરિક્શણ કરવામાં આવ્યું
દિલ્હીઃ-દેશ ત્રેય સેનાઓને લઈને અનેક મોર્ચે કાર્ય કરી રહ્યું છે, ત્રણેય સેનાઓને શક્તિશાળી બનાવવાના અથાગ અને અવનવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે,ભારતીય લશ્કરની ત્રણે સેના ભૂમિદળ, નૌકાસેના અને હવાઇ દળમાં અનેક મિસાઈલ કાર્યરત છે ત્યારે હવે વધુ એક મિસાઈલનો સમાવેશ થવા જઈ રહ્યો છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનએ એક મિસાઈલનું સફળ પરિક્ષણ કર્યું જેનું નામ સરફેસ ટુ એર મિસાઇલ છે.
ડીઆરડીઓ દ્વારા ઇઝરાયેલના સહકારથી સરફેસ ટુ એર મિસાઇલનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેનું પરિક્ષણ સફળ રહ્યું છે, આ મિસાઈલના કારણે હવે સેનાની તાકાતમાં એર વધારો થતો જોવા મળશે, પીએમ મોદીએ આ પહેલા પણ આત્મ નિર્ભર ભારત હેછળ સ્વદેશી મિસાઈલ વિકસાવી હતી જેના પરિક્ષણોમાં પણ તે સફળ નિવડી હતી.
જાણો આ મિસાઈલની ખાસિયતો
- આ મિસાઈલ દુશ્મનો પર હવામાંથી વાર કરવાની ક્ષમતા ધરાવે છે
- DRDOએ ઇઝરાયેલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ ના સહોગથી મિસાઈલનું નિર્માણ કક્રયુ હતું
- આ મિસાઈલનું સફળ પરિક્ષણ કરવામાં આવ્યું
- આ મિસાઇલ સિસ્ટમ પચાસથી સિત્તેર કિલોમીટર દૂર રહેલા દશ્મનોના એરને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે.
- આ મિસાઈલ MRSAMના ટૂંકા નામે ઓળખાય છે
- આ મિસાઇલનો ઉપયોગ ભારતીય લશ્કરની ત્રણે શાખા ભૂમિદળ, નૌકાસેના અને હવાઇ દળ કરશે.
- MRSAMમાં હાઇ ટેક રાડાર સિસ્ટમ, મોબાઇલ લોન્ચર, ઇન્ટરસેપ્ટર, એડવાન્સ આરએપ સીકર વગેરે લેટેસ્ટ ટેક્નોલીજીથી ભરપુર છે
- ડિફેન્સ સિસ્ટમની કમાન્ડ અને કન્ટ્રોલ પ્રણાલી પણ અગાઉનાં મિસાઇલ્સ કરતાં ખાસ છે.
આ મિસાઈલના નિર્માણને લઈને ઈઝરાયેલી સંસ્થા IAIએ કહ્યું હતું કે, ભારતની DRDO સંસ્થા સાથે કામ કરવાની તક મળી તે ગોરવની વાત છે. DRDOના વિજ્ઞાનીઓ અને ટેક્નિશિયનો ખૂબ પ્રતિભાશાળી છે તેમના સાથે કરેલૈા કાર્યનો અમને અનુભવ છે જેથી તે વાત અને જોઈ શક્યા.આવી પ્રતિભાઓ દ્વારા દેશનું ભાવિ ઉજ્જવળ બને છે.
સાહિન-