Site icon Revoi.in

DRDO એ ‘પિનાક’ના નવા સંસ્કરણનું કર્યુ સફળ પરિક્ષણ – એલએસી પર કરાશે તૈનાત જે હવે પહેલાથી પણ વધુ ઘાતક

Social Share

દિલ્હીઃ- દેશની સરકાર મેક ઈન ઈન્ડિયાને ખાસ પ્રોત્સાહન આપી રહી છે જે હેઠળ સેનાના સાધનોનું ઉત્પાદન પણ સ્વેદેશી કંપનીઓ દ્રારા કરવામાં આવી રહ્યું છે ત્યારે હવે સંપૂર્ણપણે સ્વદેશી રીતે ઉત્પાદિત પિનાકા ગાઇડેડ રોકેટ લોન્ચર સિસ્ટમ,, હવે તેના નવા અવતાર સાથે દુશ્મનનો પર વાર કરવા માટે તૈયાર છે.

ચીન અને પાકિસ્તાન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે, ડીઆરડીઓ એ આજરોજ શનિવારે પોખરણમાં પિનાકા, પિનાક-ઇઆર (વિસ્તૃત રેન્જ)ના નવા સંસ્કરણનું સફળ રીતે પરીક્ષણ પાર પાડ્યું છે. આ પરીક્ષણની સફળતા બાદ આ સ્વદેશી મલ્ટી-બેરલ રોકેટ લોન્ચર વધુ ઘાતક બની ગયું છે.

સ્વેદશી તકનીકથી-  ભરપુર છે આ ઘાતક મિસાઈલ જાણો તેની ખાસિયતો

DRDOએ તેને ઓર્ડનન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ અને પુણેની હાઈ એનર્જી મટિરિયલ રિસર્ચ લેબોરેટરીસાથે મળીને તૈયાર કર્યું છે.

પિનાકા એક મિસાઈલ લોન્ચર સિસ્ટમ હતી જેણે પ્રથમ 44 સેકન્ડમાં 12 રોકેટ છોડ્યા હતા. તેની રેન્જ 38 કિમીની હતી, પરંતુ અપગ્રેડ થયા બાદ તે 44 સેકન્ડમાં 72 રોકેટ ફાયર કરી શકે છે.

આ સાથે જ  આ મિસાઈલ 75 કિમીના અંતર સુધીના લક્ષ્યને ચોક્કસ રીતે હિટ કરવાની પણ ક્ષમતા ધરાવે છે.

પિનાકા માર્ક-1 વેરિઅન્ટનો ઉપયોગ ભારતીય સેના દ્વારા 1999ના કારગિલ યુદ્ધ દરમિયાન કરવામાં આવ્યો હતો, જેણે પર્વતીય ચોકીઓ પર પાકિસ્તાની સ્થાનોને સચોટપણે નિશાન બનાવ્યા હતા ત્યારે હવે દુશ્મોની શક્તિનો નાશ કરવા માટે આ મિસાઈલ સજ્જ છે

આ ટેક્નોલોજી ભારતીય ઇન્ડસ્ટ્રી સેક્ટરમાં પણ ટ્રાન્સફર કરવામાં આવી છે. પિનાકા-ઇઆર એ પિનાકાનું સુધારેલું સંસ્કરણ છે, જે છેલ્લા એક દાયકાથી સેનામાં ફરજ બજાવે છે. નવી ટેકનોલોજી સાથે ઉભરતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે.