Site icon Revoi.in

બેંગલુરુમાં યોજાનારા  એરો ઈન્ડિયા શો-2021 માં ડીઆરડીઓ દ્રારા પ્રથમ વિદેશી ક્રુઝ મિસાઈલ ‘નિર્ભય’ રજૂ કરાશે 

Social Share

દિલ્હીઃ-ડીઆરડીઓ દ્રારા આવતા મહિને બેંગ્લોરના યેલાહાંકા એરફોર્સ સ્ટેશન પર યોજાનારા એરો ઇન્ડિયા -2021 શોમાં તેમના 300 ઉત્પાદનો અને તકનીકીઓને વિશ્વ સમક્ષ રજૂ કરવામાં આવશે. તેમાં દેશની પહેલી સ્વદેશી નિર્માણ પામેલી ક્રુઝ મિસાઇલ ‘નિર્ભય’ પણ શામેલ હશે, આ અત્યંત ઘાતક માનવામાં આવતી યુ.એસ. ટોમહોક મિસાઇલનું ભારતીય સંસ્કરણ પણ કહેવામાં આવે છે.

ડીઆરડીઓએ શુક્રવારે જણાવ્યું હતું કે, 3 થી 5 ફેબ્રુઆરી દરમિયાન યોજાનારા એરો ઇન્ડિયા શોમાં આત્મનિર્ભર ભારત થીમ હેઠળ આન્ડોર, આઉટડોર, સંરક્ષણ તકનીકીઓ, સ્થિર અને હવાઈ ક્ષમતાઓ વાળા 300 થી વધુ ઉત્પાદન, સુરક્ષા ટેકનીક અને આવનિષ્કાર રજુ કરવામાં  આવશે.

આ મેગા ઇવેન્ટમાં, ડીઆરડીઓ સાથે જોડાયેલ 30 લેબ તેમના એરોનોટિકલ પ્રોડક્ટ અને તકનીકી કુશળતાનું પ્રદર્શન કરશે. આશરે 300 કિલો વજનવાળા હથિયાર સાથે એક ક્ષણમાં 1000 કિલોમીટરનું લક્ષ્ય રાખનારી નિર્ભય મિસાઇલ ઉપરાંત, લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ અને એલસીએ નેવી અને એરબોર્ન અર્લી વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ્સ પણ આ ઈવેન્ટમાં મુખ્ય આકર્ષણ હશે.

આ ઉપરાંત એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ, હાઇ સ્પીડ એક્સપેન્ડેબલ એરિયલ ટાર્ગેટ, ટ્વીન એન્જિન ડેક બેઝ્ડ ફાઇટર અને એફસીએસ સિસ્ટમ ફોર લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટનાં મોડેલો પણ રજૂ કરવામાં આવશે.

ડીઆરડીઓએ કહ્યું કે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ 3જી ફેબ્રુઆરીએ એરોનોટિકલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ બોર્ડ ગોલ્ડન જ્યુબિલી સ્ટેમ્પની પોસ્ટ જારી કરશે. તેમજ તેના સફર પર એક દસ્તાવેજ બહાર પાડવામાં આવશે. સંરક્ષણ પ્રધાન ડીઆરડીઓ એક્સપોર્ટ કમ્પેન્ડિયમ, નવી ડિઝાઇન પ્રક્રિયા વગેરે પણ જારી કરશે.

સાહિન-