- મથુરાના આ મંદિરમાં લાગૂ ડ્રેસ કોડ લાગુ
- હવે મહિલાઓ કે પુરુષો ટૂંકા વસ્ત્ર પહેરીને નહી કરી શકે દર્શન
દિલ્હીઃ- દેશભરના કેટલાક મંદિરોમાં સ્ત્રી હો કે પુરુષ તેઓને ટૂંકા વસ્ત્રમાં પ્રવેશ આપવામાં આવતો નથી ત્યારે હવે મથુરાના એક ખાસ મંદિર માટે પણ ડ્રેસ કોડ લાગૂ કરવામાં આવ્યો છે જે મુજબ મંદિરમાં હવે ટૂંકા વસ્ત્રો પહેરીને જવા પર પ્રતિબંઘ મૂકાયો છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે વૃંદાવનના સાત મંદિરોમાં સમાવિષ્ટ ઠાકુર રાધા દામોદર મંદિરના ટ્રસ્ટે પુરુષો અને મહિલાઓને ટૂંકા કપડા પહેરીને ન આવવાની અપીલ કરી છે. જો કોઈ આવાં વસ્ત્રો પહેરીને આવે તો દર્શન કરવા દેવાશે નહી તેવું કહેવામાં આવ્યું છે
ડ્રસ્ટ દ્રાર એમ પણ કહેવામાં આવ્યું છે કે આપણી સંસ્કૃતિ અને શાસ્ત્રોમાં આવા વસ્ત્રો પહેરીને મંદિરોમાં આવવાની મનાઈ છે. જણાવી દઈએ કે દેશના વિવિધ ભાગોમાંથી સાધારણ વસ્ત્રો પહેરીને મંદિરોમાં આવવા માટે કોલ કરવામાં આવી રહ્યા છે.
મથુરામાં વૃંદાવનના સાત મંદિરોમાં સમાવિષ્ટ ઠાકુર રાધા દામોદર મંદિરમાં દર્શન કરવા આવતા લોકો પર અમર્યાદિતકપડાં પહેરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મંદિરના ગેટ પર એક બોર્ડ લગાવવામાં આવ્યું છે જેમાં પુરુષો અને મહિલાઓને આવા કપડા ન પહેરવાની વિનંતી કરવામાં આવી છે. સેવાયત પૂર્ણચંદ ગોસ્વામીએ મંદિરના અન્ય સંચાલકોને પણ આવા કપડા પહેરીને આવતા ભક્તો પર પ્રતિબંધિત મૂકવાની સલાહ આપી છે.
ખાસ કરીને વાત કરીએ તો દક્ષઇણ ભારતના કેટલાક મંદિરોમાં તો સ્ત્રીને સાડી પહેરીને જ પ્રવેશ આપવામાં આવે છે જેથી અહીના મંદિરોમાં કોઈ પણ આ પ્રકારના ટૂંકા કપડા પહેરીને આવતુ નથી ત્યારે હવે મથુરાના આ મંદિર માટે પણ પુરા અને મર્યાદામાં લાગે તેવા કપડા પહેરીને જ દર્શન કરવાની સૂચના અપાઈ છે.