Site icon Revoi.in

ડીઆરઆઈએ રૂ. 80 કરોડનો ઈલેક્ટ્રોનિક સામાન અને ઈ-સિગારેટનો જથ્થો જપ્ત કર્યો

Social Share

ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ ઈલેક્ટ્રોનિક સામાન, મોબાઈલ એસેસરીઝ, બ્રાન્ડેડ શૂઝ અને બ્રાન્ડેડ ઘડિયાળોની સાથે ઈ-સિગારેટ રૂ. 80 કરોડની કિંમતની જપ્ત કરી છે. સામાનને ગારમેન્ટ એસેસરીઝ અને લેડીઝ ફૂટવેર તરીકે ખોટી રીતે જાહેર કરીને 1.5 કરોડની કિંમતના માલની દાણચોરી કરવામાં આવી રહી હતી.

ડીઆરઆઈને બાતમી મળી હતી કે, ચીનમાંથી આયાત થતા માલસામાનને ગારમેન્ટ એસેસરીઝ અને લેડીઝ ફૂટવેર તરીકે ખોટી રીતે જાહેર કરવામાં આવે છે અને તેમાં હાઈ એન્ડ ઈલેક્ટ્રોનિક બ્રાન્ડેડ માલ હોવાની શક્યતા છે. માલસામાનને SEZ માર્ગ દ્વારા ક્લિયર કરવાની માંગ કરવામાં આવી રહી હતી. માહિતીના આધારે ડીઆરઆઈએ તપાસ કરી 6 શંકાસ્પદ કન્ટેનરની ઓળખ કરવામાં આવી હતી. જેમાંથી ઈ-સિગારેટ, ઈલેક્ટ્રોનિક સામાન, મોબાઈલ એસેસરીઝ, બ્રાન્ડેડ શૂઝ અને બ્રાન્ડેડ ઘડિયાળો મળી આવી હતી. તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે આયાતકારો રજિસ્ટર્ડ જગ્યા પર અસ્તિત્વમાં નથી. સિન્ડિકેટ ભૂતકાળમાં આવા માલની દાણચોરી કરવા માટે વિવિધ ડમી આયાતકારોનો ઉપયોગ કરતી હતી. સીએચએ સહિત બે લોકોની કસ્ટમ એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

ડીઆરઆઈએ તાજેતરના સમયમાં દેશમાં દાણચોરી કરતા રમકડાં, સૌંદર્ય પ્રસાધનો, મોબાઈલ સહિત ઈલેક્ટ્રોનિક સામાન અને તેની એસેસરીઝની સંખ્યાબંધ જપ્તી કરી છે. તાજેતરમાં જપ્ત કરાયેલા રૂ. 64 કરોડના ચાઇનીઝ રમકડા અને રૂ. 74 કરોડની કિંમતની કોસ્મેટિક વસ્તુઓનો સમાવેશ થાય છે. ડીઆરઆઈએ આ નાણાકીય વર્ષમાં 134 કરોડની કિંમતની ઈ-સિગારેટ અને વિદેશી બ્રાન્ડની સિગારેટ પણ જપ્ત કરી છે.