1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. દમણમાં નેધરલેન્ડથી આવેલા પાર્સલમાંથી DRIએ આઈસ ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો
દમણમાં નેધરલેન્ડથી આવેલા પાર્સલમાંથી DRIએ આઈસ ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો

દમણમાં નેધરલેન્ડથી આવેલા પાર્સલમાંથી DRIએ આઈસ ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો

0
Social Share

  • બે પાર્સલમાં આઈસ ડ્રગ્સ મોકલવાયું હતું
  • ડીઆરઆઈએ ગુનો નોંધવાની સાથે તપાસનો ધમધમાટ તેજ કર્યો
  • આગામી દિવસોમાં ચોંકાવનારા ખુલાસાની શકયતા

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં નશાના નેટવર્કને તોડી પાડવા માટે વિવિધ સરકારી એજન્સીઓએ અભિયાન હાથ ધર્યું છે. દરમિયાન ડીઆરઆઈએની ટીમે દક્ષિણ ગુજરાતને અડીને આવેલા કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાંથી આઈસ ડ્રગ્સનો જથ્થો ઝડપી લીધો હતો. ચોંકાવનારી વાત એ છે કે, આ જથ્થો નેધરલેન્ડથી પાર્સલમાં મોકલવામાં આવ્યો હતો. નેધરલેન્ડથી બે પાર્સલમાં આ ડ્રગ્સ મોકલવામાં આવ્યું હતું. ડીઆરઆઈની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. ડ્રગ્સ સપ્લાયની નવી મોડસ ઓપરેન્ડી સામે આવતા સુરક્ષા એજન્સીઓ પણ ચોંકી ઉઠી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કેન્દ્રીય તપાસ એજન્સી DRIની ટીમે સંઘ પ્રદેશ દમણમા બાતમીને આધારે રેડ પાડી હતી. જ્યા તપાસ દરમિયાન ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. સુરક્ષા એજન્સીના અધિકારીની પ્રાથમિક તપાસમાં આ પ્રકરણમાં નેધરલેન્ડની સંડોવણી ખુલવા પામી છે. નેધરલેન્ડથી દમણમાં પોસ્ટ મારફતે બે અલગ-અલગ પાર્સલમાં ડ્રગ્સ મોકલવામાં આવ્યું હતું. પાર્સલમાંથી આઈસ ડ્રગ્સનો જથ્થો મળી આવતા ડીઆરઆઈના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને ડીઆરઆઈએ ગુનો નોંધવાની કવાયત શરૂ કરી હતી. તેમજ આ પ્રકરણમાં કોણ-કોણ સંડોવાયેલું છે તેની તપાસ શરૂ કરવામાં આવી છે. એટલું જ નહીં અગાઉ પણ આવી જ રીતે પાર્સલ મારફતે ડ્રગ્સ મોકલવામાં આવ્યું છે કે કેમ તે અંગે તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code