1. Home
  2. ગુજરાતી
  3. સુકાધાણા પેટથી લઈને પાચક શક્તિમાં કરે છે ફાયદોઃ જાણો તેનું સેવન કરવાથી થતા અનેક લાભ
સુકાધાણા પેટથી લઈને પાચક શક્તિમાં કરે છે ફાયદોઃ જાણો તેનું સેવન કરવાથી થતા અનેક લાભ

સુકાધાણા પેટથી લઈને પાચક શક્તિમાં કરે છે ફાયદોઃ જાણો તેનું સેવન કરવાથી થતા અનેક લાભ

0
Social Share
  • સુકા ધાણાનું સેવન પેટની બિમારીમાં આપે છે રાહત
  • પાચન શક્તિને સુધારે છે સુકાધાણાનું પાણી

પ્રાચીન સમયથી રસોઈમાં વપરાતી વસ્તુઓ આરોગ્યને સ્વસ્થ રાખવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે, પહેલાના સમયમાં  આયુર્દેવિદ સારવાર થતી હતી ત્યારે આ પ્રકારના મરી મસાલાનો ઔષધ તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો.જેમાં આજે આપણે સુકા ઘાણા વિશે જાણીશું,પ્રાચીન કાળથી જ સુકાધાણાને ઔષધનો ખજાનો કહેવામાં આવે છે,જે અનેક ગુણોથી ભરપુર છે, જે સ્વાસ્થ્યને ઘણો ફાયદા પહોંચાડે છે.તેનું સેવન અનેક રોગોમાં રાહત આપે છે.

માત્ર સ્વાદ વધારવામાં જ સુકા ધાણા ઉપરયોગી હોય છે એવું નથી,સ્વાદની સાથે સાથે તે સ્વાસ્થ્ય માટે પણ ઉપયોગી છે, ખાસ કરીને સુકા ધાણાને પાણીમાં પલાળીને તે પાણી પીવામાં કરવામાં આ પાણી ખૂબ ઉપયોગી સાબિત થાય છે.

સુકાધાણામાં રહેલા અનેક ખનીજ તત્વો શરીરને પુરતા પ્રમાણમાં પોષણ પુરુ પાડવાની સાથે સાથે પેટને લગતી સમસ્યાઓમાં પણ રાહત આપે છે. ધાણામાં પોટેશિયમ, વિટામીન સી, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા તત્વો હાજર હોવાથી તે ખૂબ ફાયદો કરાવે છે.

જાણો સુકાધાણાના સેવનથી થતા ફાયદાઓ

  • સુકાઘાણાનું સેવન શરીરને તંદુરસ્ત તો રાખે જ છે,આ સાથે જ ઉલટીમાં રાહત આપે છે.
  • ધાણાનું સેવન કરવાથઈ પેટને લગતી સનસ્યાઓમાં રાહત આપે છે, ખાસ કરીને યુરિનને અટકાતું મટાવે છે,
  • સુકા ધાણઆનું સેવન પાચક શક્તિને મજબૂત બનાવે છે.
  • ધાણાના પાણીમાં સમાયેલ ફાઇબર અને એશિન્શિયલ ઓઇલ લિવરથી સંબંધિત બિમારીઓમાં રાહત આપે છે.
  • આયુર્વેદમાં પણ તેના ઔષધીય ગુણધર્મોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અધ્યયનો અનુસાર ધાણા બીજ અને પાંદડા બળતરા વિરોધી અને એન્ટીબેક્ટેરિયલ છે, જેમાં એક સુકાધાણાનો પણ સમાવેશ થાય છે.
  • ધાણાનાપાણીમાં એક વિશેષ તત્વ ડોડનલ હોય છે. તે ટાઇફોઇડના બેક્ટેરિયાને દૂર કરે છે.અને તે રોગમાં રાહત આપે છે,જેના દ્વારા રોગપ્રતિકાર શક્તિમાં વધારો થાય છે.
  • ધાણાજીરું અને સાકર ખાવાથી લાંબા સમય ની ઉધરસ પણ મટી શકે છે.
  • સુકા ધાણા અને સાકર બરાબર મિક્ષ કરી ત્યાર બાદ આ  પાણી  દરરોજ પીવાથી કફમાં રાહત મળે  છે.
  • લાંબા સમય સુધી ઉધરસ આવતી હોય તો તેને મટાડવામાં સુકાધાણા ઉપયોગી છે.
    સુકાધાણામાં શરદી, ઉધરસ વગેરે જેવી કેટલીક બિમારીઓ નાશ કરવાના ગુણો સમાયેલા છે

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code