Site icon Revoi.in

સુકાધાણા પેટથી લઈને પાચક શક્તિમાં કરે છે ફાયદોઃ જાણો તેનું સેવન કરવાથી થતા અનેક લાભ

Social Share

પ્રાચીન સમયથી રસોઈમાં વપરાતી વસ્તુઓ આરોગ્યને સ્વસ્થ રાખવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે, પહેલાના સમયમાં  આયુર્દેવિદ સારવાર થતી હતી ત્યારે આ પ્રકારના મરી મસાલાનો ઔષધ તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો.જેમાં આજે આપણે સુકા ઘાણા વિશે જાણીશું,પ્રાચીન કાળથી જ સુકાધાણાને ઔષધનો ખજાનો કહેવામાં આવે છે,જે અનેક ગુણોથી ભરપુર છે, જે સ્વાસ્થ્યને ઘણો ફાયદા પહોંચાડે છે.તેનું સેવન અનેક રોગોમાં રાહત આપે છે.

માત્ર સ્વાદ વધારવામાં જ સુકા ધાણા ઉપરયોગી હોય છે એવું નથી,સ્વાદની સાથે સાથે તે સ્વાસ્થ્ય માટે પણ ઉપયોગી છે, ખાસ કરીને સુકા ધાણાને પાણીમાં પલાળીને તે પાણી પીવામાં કરવામાં આ પાણી ખૂબ ઉપયોગી સાબિત થાય છે.

સુકાધાણામાં રહેલા અનેક ખનીજ તત્વો શરીરને પુરતા પ્રમાણમાં પોષણ પુરુ પાડવાની સાથે સાથે પેટને લગતી સમસ્યાઓમાં પણ રાહત આપે છે. ધાણામાં પોટેશિયમ, વિટામીન સી, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા તત્વો હાજર હોવાથી તે ખૂબ ફાયદો કરાવે છે.

જાણો સુકાધાણાના સેવનથી થતા ફાયદાઓ