Site icon Revoi.in

ડ્રાયફ્રુટ્સ અને નટ્સ આરોગ્ય જાળવવાનો ખજાનો – સ્વાદની સાથે શરીરને રાખે છે તંદુરસ્ત

Social Share

ડ્રાયફ્રુટ અને નટ્સ  એવા ખાદ્ય પ્રદાર્થ છે કે જે દરેકને ભાવતા હોઈ છે, તેનો ઉપયોગ અનેક વાનગીમાં થતો હોય છે ,તે સ્વાદિષ્ટની સાથે સાથે ગુણકારી હોય છે, દરેક ડ્રાયફ્રૂટ્સના જૂદા જૂદા ફાયદાઓ અને ખાસિયત હોય છે.ખાસ કરીને બદામ, કાજુ, કિસમિસ, ખજૂર, અખરોટ કે જે અનેક રોગ સામે આપણું રક્ષણ કરે છે, તેનું સેવન શરીરને તંદુરસ્ત રાખે છે.

જાણો ડ્રાયફ્રૂટ્સના ગુણો

અખરોટ – અખરોટમાં હાજર ઓમેગા -3 ફેટી એસિડ્સ, તાંબુ, મેંગેનીઝ, મોલીબડેનમ અને બાયોટિન જેવા તત્વોથી  ભરપુર હોય છે.અખરોટએ ફાઇબરનો ઉત્તમ સ્રોત છે અને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. પરંતુ તેમાં વધુ કેલરી પણ હોય છે. વધુ અખરોટ ખાવાથી તમને વધુ કેલરી મળશે. જેથી તમારું વજન વધારે છે.

કાજુ -કાજુ પણ સીધા જ ખાઈ શકાય છે.  સવારે કાજુ ખાવું શ્રેષ્ઠ છે. કાજુની ઉત્પત્તિ બ્રાઝિલ દેશમાં હોવાનું માનવામાં આવે છે,કાજુમાં વિટામિન એ, બી, સી, ઇ, કે વગેરે જોવા મળે છે. કાજુમાં વિટામિન ઇ વધારે છે. કાજુમાં ફાઈબર પણ વધુ માત્રામાં જોવા મળે છે. કાજુમાં આયર્ન પણ હોય છે. કેલ્શિયમ, મેગ્નેશિયમ, કોપર, જસત જેવા ખનિજો હોવાથી તે શરીર માટે ફાયદા કારક છે.

અંજીરઃ અંજીર ડેલિશિયસ એવું ડ્રાય ફ્રૂટ છે જે સૌથી વધારે ખવાતાં સૂકા મેવા પૈકી એક છે. તમામ વિવિધ પ્રકારના નટ્સ પૈકી સૌથી સમૃદ્ધ નટ છે. અંજીર એ પોટેશિયમ(મિનરલ)નો સારો સૉર્સ છે. સૂકાં અંજીર એ ફાઇબર ઉપરાંત કેલ્શિયમ, કોપર, આયર્ન જેવા મિનરલ્સ, વિટામીન E અને A નો સારો સૉર્સ છે

કિસમિસ – સૂકી દ્રાક્ષ કાળા અને લીલા રંગમાં અને જુદી જુદી સાઇઝમાં મળે છે. તે ચોકલેટ સામે કુદરતની શ્રેષ્ઠતમ ભેટ છે.. એનાથી એનર્જીમાં વધારો અને ઇમ્યુન સિસ્ટમમાં સુધારો થવાથી ઘણા હેલ્થ બેનિફિટ્સ મળે છે.

 

સાહિન-