Site icon Revoi.in

સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે સુકા આદુનો પાઉડર

Social Share

સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું તે આજના સમયમાં એટલું જરૂરી બની ગયું છે કે તેને લઈને તમામ લોકો ચિંતિત છે અને બીજી બાજુ તકેદારી પણ રાખી રહ્યા છે. સ્વાસ્થ્યના માટે જો વાત કરવામાં આવે તો તમામ ચીજવસ્તુઓ ફાયદાકારક છે પણ તેનો સલામતી રીતે અને યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો.

જો વાત કરવામાં આવે સુકા આદુના પાઉડરની તો સુકા આદુનો પાવડર સ્નાયુઓમાં દુખાવો અને શરીરના દુખાવાને ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે તેમાં ઘણા પ્રકારના એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોઈ શકે છે.

જાણકારના કહેવા મુજબ આદુનું પાઉડર સ્વરૂપ એક મસાલો છે જે હળદર જેટલું ફાયદાકારક માનવામાં આવે છે. તે બ્લડ પ્રેશર, ભૂખ અને બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં ફાયદાકારક હોઈ શકે છે. સુકા આદુનો પાવડર શરીરને પીડા દૂર કરવા માટે એક કુદરતી દવા તરીકે કામ કરે છે.

સુંઠ ખાવાની એક લોકપ્રિય અને સ્વાદિષ્ટ રીત છે મસાલાવાળી સૂંઠ ચટણી, જે સામાન્ય રીતે સમોસા સાથે પીરસવામાં આવે છે. સૂંઠને પાણી પુરીના પાણીમાં પણ ભેળવવામાં આવે છે. આ સિવાય તમારા રોજિંદા આહારમાં સુકા આદુનો સમાવેશ કરવાની ઘણી રીતો છે.

જો કોઈ વ્યક્તિને થાઈરોઈડની સમસ્યા હોય તો તે ચપટી સુકા આદુ, ઘી અને ગોળમાંથી બનાવેલા નાના વટાણાના કદના લાડુ બનાવીને જમી શકે છે અને આ લાડુ લંચ પછી અને રાત્રિભોજનમાં પણ ખાઈ શકો છો. સુકા આદુની સાથે ગોળ અને ઘી પણ થાઇરોઇડ માટેની દવા લેનારા લોકો માટે મદદરૂપ થઈ શકે છે.