- આદુ અને એલોવેરા રોગપ્રતિકારક શક્તિ વધારે છે
- શિયાળામાં લોહીને ગંઠાતું બચાવે છે આદુ
હાલ શિયાળો ચાલી રહ્યો છે આવી સ્થિતિમાં લોકો ઠંડીમાં થરથર ઘ્રુજી રહ્યા છે જેના કારણે તેની સીધી અસર હેલ્થ પર પડી રહી છે,જો કે તમે તમારા ખોરાક પર પુરતુ ધ્યાન આપો છો તો તમને ઠંડી સામે રક્ષણ મળી રહેશે,આજે વાત કરીશું અવોલિરા અને જીન્જરના જ્યૂસની, જો દરરોજ સવારે તમે તેના જ્યૂસનુિં સેવન કરો છો તો તમને પેટની દરેક સમસ્યામાં રાહત મળે છે અને એનર્જી પણ મળે છે.
એલોવેરાનો રસ બંને આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે. તે સ્વાસ્થ્ય અને સુંદરતા સંબંધિત સમસ્યાઓના નિરાકરણમાં ખૂબ જ ઉપયોગી છે. ખાલી પેટે એલોવેરા જ્યુસ પીવાથી વજન ઉતારી શકો છો, તો તેની સાથે જ 1 મોટો ટૂકડો આદુ પીસવામાં આવે અને બન્નેનું જ્યૂસ બનાવામાં આવે તો તેનો ફઆયદો બમણો થાય છે,આદુ શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે જે તમને ઠંડીથી રક્ષણ આપે છે.
આદુ એલોવેરા જ્યૂસથી પેટમાં અપચાની સમસ્યા હોય તે દૂર થાય છે. કબજિયાતમાં રાહત મળે છે,સાથે જ પેટમાં ચૂંક આવવા જેવી સમસ્યાઓ દૂર થાય છે,આદુના કારણે શરદી ખઆસી જેવી બીમારીમાં રાહત મળે છે.
એલોવેરા શરીરની બળતરા ઘટાડવામાં મદદરૂપ છે. તેમાં જોવા મળતા એન્ટિ-ઇન્ફ્લેમેટરી, એન્ટિ-બેક્ટેરિયલ ગુણો શરીરના સોજાને ઘટાડવામાં મદદ કરી શકે છે.તેજ રીતે આદુ ગળાની સમસ્યામાં રાહત આપે છે.