ગરમીની સિઝનમાં સવારે જ્યૂસના બદલે પીવો બાફેલા મગનું સૂપ, લાઈટ નાસ્તાથી ચાપન શક્તિ રહેશે સારી
- જાણો બાફેલા મગનું પાણી પીવાના ફાયદા
- હેલ્થની સાથે સાથે દિવસ પર રહેશે એનર્જીથી ભરપુર
હાલ ઉનાળાની સિઝન ચાલી રહી છે ત્યારે હવે દરેક વ્યક્તિએ પોતાની હેલ્થનું ધ્યાન રાખવું જરુરી છે,ગરમીમા સમગ્ર દિવસ દરમિયાન ઊર્જા તમને મળી રહે તે જરુરી છે,આ માટે સવારનો નાસ્તો તમારે હેલ્ઘી કરવાની જરુર છે પરંતું તેલ વાળો કે તીખો નાસ્તો ન કરવો જોઈએ
તમે સવારે જાગીને નાસ્તામાં જ્યૂસ કે શાકભાજીના રસ કે પછી બાફએલા કછોળનું સેવન કરી શકો છો જે તમને એનર્જી આપવાની સાથે સાથે હેલ્થ પણ સારી રાખે છે ખાસ કરીને જો વાત કરીએ તો મગને બાફીને તેનું જે પાણી હોય છે તેનું સેવન નાસ્તામાં જો કરવામાં આવે તો હેલ્થ સારી રહે છે,પાચન શક્તિ મજબૂત બને છે.
કારણ કે મગનું પાણી દરરોજ સવારે નાસ્તામાં લો તેનાથી એનર્જી મળશે અને હાથ પગના દુખાવા પણ દુર થશે.મગ પોષક તત્વોથી ભરપૂર હોય છે. મગના પાણીનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓથી છુટકારો મળે છે. કારણ કે મગની દાળમાં પ્રોટીન, પોટેશિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, આયર્ન, વિટામિન બી-6, નિયાસિન, થાઇમીન અને ફોલેટ વગેરે મળી આવે છે,
જો તમારે વજન ઓછું કરવું હોય તો તમારે મગના પાણીનું સેવન કરવું જોઈએ. કારણ કે તેમાં કેલરી ઓછી હોય છે અને તેમાં ફાઈબર સારી માત્રામાં હોય છે. ઉપરાંત, મગની દાળના પાણીનું સેવન કરવાથી મેટાબોલિઝમ વધે છે, જે વજન ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે.
શરીરમાં રહેલા ઝેરીલા પદાર્થને કારણે તમે અનેક રોગોનો શિકાર બની શકો છો. પરંતુ જો તમે મગની દાળના પાણીનું સેવન કરો છો તો શરીરમાં રહેલા ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. જેના કારણે શરીર સ્વસ્થ રહે છે.
શરીરમાં નબળાઈ હોય ત્યારે મગની દાળના પાણીનું સેવન કરવાથી ફાયદો થાય છે. કારણ કે તેમાં આયર્ન, પ્રોટીન જેવા ઘણા તત્વો મળી આવે છે, જે શરીરમાં એનર્જી જાળવી રાખવામાં મદદ કરે છે.
મગની દાળના પાણીનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. કારણ કે તેમાં ફાઈબર જોવા મળે છે, તેથી જો ડાયાબિટીસના દર્દીઓ મગની દાળના પાણીનું સેવન કરે તો તે બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રાખે છે.
મગની દાળનું પાણી પોષક તત્વોથી ભરપૂર હોય છે, તેથી જો તમે મગની દાળના પાણીનું સેવન કરો છો તો તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. જેના કારણે તમે વાયરસ અને બેક્ટેરિયાથી સંક્રમિત થવાથી બચી શકો છો.
પાચન સંબંધી સમસ્યા હોય તો મગની દાળના પાણીનું સેવન ફાયદાકારક સાબિત થાય છે. કારણ કે મગની દાળના પાણીમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે પાચનતંત્રને મજબૂત બનાવે છે અને કબજિયાત, અપચો જેવી સમસ્યાઓને દૂર કરવામાં મદદગાર સાબિત થાય છે.