ખાલી પેટ પીવો ઘી-ફૂદીનાની ચા, જૂની કબજીયાત દૂર થવાની સાથે આંતરડામાંથી ઝેરીલા પદાર્થો દૂર થશે
આજના દોડધામ ભરેલી લાઈફમાં લોકોના જમવાના સમયમાં પણ ફેરફાર થયો છે. જેના કારણે શરીરની અંદરમાં પણ કેટલાક આંતરીક ફેરફાર થયા છે. પરિણામે લોકો અનેક બીમારીઓનો શિકાર બની રહ્યાં છે. અનેક લોકો કબિયાતની સમસ્યાથી પીડિત છે. આ લોકોએ નિયમિત ખાલી પેટ ધી-ફુદીનાની ચા પીવી જોઈએ જેથી કબજિયાતની સમસ્યાથી રાહત મળશે.
• ઘી-ફૂદીનાની ચાના ફાયદા
કબજિયાત, પેટ ફૂલવુ, અપચો, પેટના દુખાવો, ગેસ, અપચો અને એસિડિટી જેવી પાચન સમસ્યાઓ આમ સમસ્યા છે. જેનાથી કોઈ ના કોઈ પરેશાન રહે છે. આ વિકારો માટે હર વખતે દવા લેવી યોગ્ય નથી. આ માટે તમે ઘરેલુ પચાર તરીકે ઘી-ફૂદીનાની ચા ટ્રાય કરી શકો છો.
• પેટ માટે ફાયદાકારક છે ઘી
આયુર્વેદમાં ઘીને ફાયદાકારક માનવામાં આવે છે. બધા જરૂરી ફૈટી એસિડ અને વિપુલ માત્રામાં વિટામિન એ, ડી, ઈ અને કેનું પાવરહાઉસ છે. તે પાચનમાં સુધારો કરે છે. અને કબજિયાત જેવી પાચન સમસ્યાઓથી રાહત આપે છે.
• પેટ માટે ફુદીનાના ફાયદા
ફુદીનાને આયુર્વેદમાં પણ શક્તિશાળી જડી બૂટી માનવામાં આવે છે. સ્વાદમાં જબરજસ્ત આ જડીબુટ્ટી માત્ર પેટની સમસ્યાઓ જ નથી મટાડે પણ શરીરમાં જમા થયેલા ગંદા પદાર્થોને બહાર નિકાળવાનું કામ કરે છે.
• પેટ સ્વસ્થ રહે છે
ઘી-ફૂદીનાની ચા પીવાથી પાચન સારૂ બને છે. તેનાથી પાચન સારી રીતે કામ કરે છે, જેનાથી આંતરડા સુધી ખોરાક પહોંચવો આસાન રહે છે. તેનાથી કબજિયાતમાં રાહત મળે છે.
• પોષક તત્વોનું એક પાવરહાઉસ
ઘી જરૂરી ફેટી એસિડ્સ અને વિટામિન્સનો ખજાનો છે જે સ્વસ્થ પાચન તંત્ર માટે જરૂરી છે. ફુદીનો વિટામિન સી અને આયર્નનો સારો સ્ત્રોત છે.
• આ રીતે ઘી-ફૂદીનાની ચા બનાવો
એક કડાઈમાં એક ચમચી ઘી નાખીને ગરમ કરવા મુકો. ઘીમાં મુઠ્ઠી તાજા ફુદીનાના પાન નાખીને સારી રીતે શેકી લો. પાણી નાખો અને ઝડપી ઉબાલ આવવા દો. લગભગ 5-10 મિનિટ સુધી જળસેકને ઉકળવા દો અને સ્વાદને શોષી લો. તમારા કાઢાને ગાળી લો અને ગરમાગરમ સર્વ કરો.