ઉનાળાની ભરગરમીમાં રાહત માટે પીવો આ ઠંડા- ઠંડા હોમમેડ પીણા
- ગરમીમાં ઘરે બનાવેલા પીણા ગુણકારી
- શરીરની અનર્જીને જાળવી રાખે છે
- લીબું શરબર, કાચી કેરીનું શરબત એનર્જીનો રાજા કહેવાય છે
ગરમીની સીઝનમાં આપણે ઠંડુ પીવાનું વધુ પસંદ કરતા હોઈએ છે.કારણ કે ગરમીના કારણે ગળું સુકાવાની ફરિયાદ રહેતી હોય છે,પરંતુ આવા સમયે માત્ર પણી જ પીવું જોઈએ તેવું ક્યારેય ન માનવું…તરસ લાગી હોય ત્યારે અથવા તો બહાર ગયા હોવ અને ઘરે આવો ત્યારે તમે અલગ અલગ પીણાં પી ને તરસની સાથે સાથે તમારી એનર્જી જાળવી શકો છે.
આજે આપણે કેટલાક એવા પીણાં વિશે વાત કરીશું કે જે ઘરે આસાનીથી બની જાઈ છે અને સરીરમાં એનર્જીને જાળવીને ગરમીથી બચાવે છે,શરીરને લૂ થી રક્ષણ આપે છે,અને આ દરેક પીણા આપણે ઘરે સરળતાથી બનાવી પણ શકીએ છે,તો ચાલો જોઈએ કયા કયા પીણાને ગરમીમાં વધુ મહત્વ આપવું જોઈએ.
લીબું શરબત – લીબુંને પ્રાચીન કાળથી એનર્જીનો ખજાનો માનવામાં આવે છે, લીબુંમાં વિટામીન સી ભરપુર હોય છે જે તમને સમગ્ર દિવસ દરમિયાન એનર્જી જાળવી રાખવામાં મદદ કરે છે, એટલે ગરમીની સિઝનમાં દિવસ દરમિયાન તમે લીબુંના શરબતનું સેવન કરી શકો છો
કેરીનું શરબત – કાચી કેરીનું શરબત જે તને લૂ થી રક્ષણ આપે છે, અને ઘરે સરળતાથી બની જાય છે, કાચી કેરી , ખાંડ, જીરું અને મીઠૂં જેવી સામાન્ય સામગ્રીથી બનતુંઆ શરબત ખૂબ જ ગુણકારી છે.
તરબૂંચનું શરબત – દૂધમાં તરબુચને મિક્સરમાં ક્રસ કરીને બનાવાતું આ ડ્રિંક તમારું પેટ છંડુ કરવાની સાથે સાથે તમને ગરમીથી બચાવે છે, પેટમાં ઠંડક આપે છે, એસીડીટીની ફરીયાદમાં ઉનાળામાં આ શરબતનું સેવન કરવું ગુણકારી છે
રૂઅફ્ઝાનું શરબત- સામાન્ય રીતે માર્કેટમાં રુઅફ્ઝાની બોટલ તૈયાર મળતી હોય છે તમારા ઘરમાં વસાવી લો, જ્યારે પણ તમેબહારથી ઘરમાં આવો છો ત્યારે પાણીમાં અથવાતો દૂધમાં આ સીરપ એડ કરીને તેનું શરબત બનાવી તેનું સેવન કરી શકો છો. ગુલાબની તાસીર ઠંડી હોય છે એટલે ઉનાળામાં રોઝનું શરબત ખૂબજ ગુણકારી છે
વરિયાળીનું શરબત – ઉનાળાની ગરમીમાં વરિયાળીનું શરબત ઠંડક પહોંચાડે છે,વરિયાળીનો ખાસ ગુણ ઠંડો હોય છે,જે પેટમાં ઠંડક આપે છે, તથા ગરમીની લૂથી રક્ષણ આપે છે, વરિયાળીમાં સાકરનાથીને શરબત બનાવવું જોઈએ જે ખૂબ ગુણકારી છે.