ઉનાળાની ગરમીમાં બાળકોને પીવડાવો આ પીણા, દિવસ દરમિયાન રહેશે એનર્જી
- બાળકોને લીબું શરબત પીવડાવવું જોઈએ
- તરબૂચનું સેવન બાળકોને એનર્જીથી ભરપુર રાખે છે.
હાલ હવે ગરમીની શરુઆત ચૂકી છે ત્યારે તડકામાં ગરમ હવામાનને કારણે હીટ સ્ટ્રોક થવાની સંભાવના વધે છે.જેમાં આપણે ખાસ બાળકોની કાળજી લેવાની હોય છે, બાળકો સવારથી ટ્યૂશન, સ્કુલના ઘક્કા ખાતા હોય છે જેને કારણે તેમને વધુ એનર્જીની જરુર પડે છે આ સાથે જ બાળકો તડકામાં રમવા જવાની જીદ કરતા હોય છે આવા સમયે હિટટ સ્ટ્રોકની સંભાવના વધે છે.પરિણામે બોડીમાં પાણીની ઉણપ થાય છે. આવી સ્થિતિમાં થાક અને સુસ્તી લાગે છે. શાળાએ જતા બાળકો હીટ સ્ટ્રોકથી બચવા માટે સારો ખોરાક પસંદ કરવો જોઈે કેટલીક એવી હેલ્ધી વસ્તુઓ ખવડાવવી જોઈએ
લીબું શરબત – બાળકો માટે લીબું પાણી બેસ્ટ ઓપ્શન છે.લીંબુનું શરબત ખાંડ, મીઠું અને પાણીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. લીંબુ ઘણા જરૂરી વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર છે. તેમાં વિટામિન સી, વિટામિન બી અને પોટેશિયમ જેવા પોષક તત્વો હોય છે. જે દિવસ દરમિયાન એનર્જી પુરી પાડ છે.
તરબૂચ – આ સાથે જ બાળકોને ખાવામાં તરબૂચ આરવું જોઈએ તેમાં લગભગ 90 ટકા પાણી હોય છે. આ રસદાર ફળ ઉનાળામાં શરીરને હાઈડ્રેટ કરવાનું કામ કરે છે. તરબૂચમાં સિટ્રુલિન નામનું એમિનો એસિડ હોય છે. તે હૃદય રોગ સામે રક્ષણ કરવામાં મદદ કરે છે. તે રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે.
દહીં અને છાસ -દહીં અને છાસ પણ બપોરના ભોજનમાં આપવું જોઈએદહીંનો ઉપયોગ કરીને છાશ બનાવવામાં આવે છે. તેમાં પાણી અને મીઠું ભેળવવામાં આવે છે. છાશમાં સારા બેક્ટેરિયા હોય છે. જે આંતરડાના સ્વાસ્થ્ય માટે સારા છે. આ પરંપરાગત પીણું શરીરને હાઇડ્રેટેડ રહેવામાં મદદ કરે છે. તે પાચન સુધારે છે.આ સાથે જ દહી છાસમાં જીરું નાખવું જોઈએ
કાચી કેરીનું શરબત – કાચી કેરીનું શરબત બનાવીને બાળકોને પીવડાવવું જોઈએ જે શરીરમાં પાણીની કમી થવા દેતું નથી.જેના કારણે દિવસ દરમિયાન પાણીની ઉણપ નહી સર્જાય અને પેટને પણ ઠંડક મળશે,