ગરમીમાં રાહત માટે આટલી બાબતોનું રાખો ધ્યાન…દિવસ દરમિયાન મળશે એનર્જી
- ગરમીથી બચવા રસ વાળા ફળોનું સેવન જરુરી
- દિવસ દરમિયાન ભરપુર પાણી પીવું જોઈએ
માર્ચ મહિનાની શરુઆતથી જ સમગ્ર દેશભરમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે. વધતા તાપમાન વચ્ચે આપણે આપણાને પણ ગરમીથી રક્ષણ આપવું જોઈએ, આ માટે આખો દિવસ દરમિયાન આપણે પુષ્કર પ્રમાણમાં પાણી પીવાથી લઈને આપણ આહાર પર ખાસ ધ્યાન આપવું જોઈએ.
- ગરમીના દિવસો શરુ થતાની સાથે જ દર કલાકે એકથી અડધો ગ્લાસ પાણી પીવાનું રાખવું જેથી કરીને શરીરમાં એનર્જી જળવાઈ રહે.
- ઉનાળાની સિઝન આવતા જ દ્રાક્ષ, મોસંબી, પાઈનેપલ જેવા ફળોનું સેવન કરવું જોઈએ આ સાથે જ ફળોનો રસ પણ પીવો જોઈએ જે તમારા શરીરમાં વિટામીન્સ, મિનરલિસને જાળવી રાખે છે.
- શાકભાજીમાં પણ અનેરક શાકભાજી એવા છે જે ખાવીથ કુદરતી ઠંડક પહોંચે છે,જેમાં કાકડી ઠંડક આપે છે. તેમાં ઠંડકનું પ્રમાણ વધારે, ઓછી કેલરી, હાઈ ફાઇબર, એન્ટિ ઑક્સીડેન્ટ, વધારે પ્રમાણમાં પાણી હોય છે અને બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં મદદ કરે છે
- દહીંમાં ઉમેરીને રાયતું બનાવી શકો છો. બ્લેક સોલ્ટ અને બ્લેક પીપર ઉમેરવાં.
- કાકડીનો જ્યૂસ અથવા ઠંડો સૂપ બનાવવો.
- સામાન્ય પાણીમાં પણ મૂકી શકાય છે અને તે પછી આખા દિવસ દરમિયાન તે પાણી પીવું.
- હવેના સમયમાં તેને ફેસ માસ્કના ફોર્મમાં અથવા ડાર્ક સર્કલ માટે પણ ઉપયોગમાં લેવાય છે. કાકડીની છીણને તેની કૂલીંગ અસરને લીધે આંખોની નીચેના ડાર્ક કુંડાળા પર મૂકવાથી કુંડાળા ઓછા કરવામાં મદદ કરે છે
- બધા ફળોમાં સૌથી વધુ મનપસંદ ફળ એવું તરબૂચ હાડકાં માટે સારું છે. શરીરના વજનને ઘટાડવામાં મદદ કરે છે, તેમા રહેલું રસનું પ્રમાણ શરીરમાં પાણીનું પ્રમાણ જાળવવામાં મદદરુપ સાબિત થાય છે દિવસ દરમિયાન તરબુચ ખાવાથી ગરમી ઓછી લાગે છે.