શરદી અને ઉધરસથી છુટકારો મેળવવા માટે પીવો આ સૂપ
- શરદી અને ઉધરસ થઇ છે ?
- તેનાથી છુટકારો મેળવવા માંગો છો ?
- આ સૂપ જરૂરથી પીવો
- જાણી લો સૂપ બનાવવાની રીત
શરદી અને ઉધરસ થવા પર એક વાટકી ગરમ સૂપ ઘણી રાહત આપે છે. તમે તમારા આહારમાં પૌષ્ટિક ગરમ સૂપનો એક વાટકો સામેલ કરી શકો છો.તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આ એક સરસ રીત છે.તમે લસણ, આદુ અને કાળા મરીની સાથે મોસમી શાકભાજીનો ઉપયોગ કરીને હેલ્ધી સૂપ બનાવી શકો છો.શરદી અને ઉધરસમાં રાહત આપવાની સાથે તે તમને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરશે.એવામાં તમે કોળું, ટામેટા, બ્રોકોલી અને બીન જેવા સૂપને ડાયટમાં સામેલ કરી શકો છો.તો આવો જાણીએ આ સૂપ બનાવવાની રીત.
કોળાનું સૂપ
કોળાનું સૂપ બંધ નાક અને શરદીની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. એક ચમચી ડુંગળી, લસણ અને આદુને તેલમાં તળવાની શરૂઆત કરો. હવે તેમાં સમારેલ કોળું અને વેજીટેબલ સ્ટોક ઉમેરો. જ્યાં સુધી મિશ્રણ સંપૂર્ણપણે ભળી ન જાય ત્યાં સુધી તેને પકાવો.આ સૂપ શિયાળામાં પણ સ્વાદિષ્ટ લાગે છે. કોળામાં પોટેશિયમ વધુ હોય છે જે તમારી રોગપ્રતિકારક શક્તિને વધારી શકે છે.
ટામેટા અને તુલસીનું સૂપ
જ્યારે તમે બીમાર હોવ ત્યારે ટામેટા તુલસીનું સૂપ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ સૂપમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ અને અન્ય પોષક તત્વો રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. તેલમાં થોડું પીસેલું લસણ ફ્રાય કરો અને તેમાં સમારેલા ટામેટાં અને મીઠું ઉમેરો. ટામેટાંનો થોડો રસ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. છેલ્લે કેટલાક પૌષ્ટિક તુલસીના પાન ઉમેરો અને તેને બરાબર મિક્સ કરો અને ગરમાગરમ સર્વ કરો.
મિક્સ વેજીટેબલ સૂપ
એક પેનમાં થોડું તેલ ગરમ કરો અને તેમાં સમારેલી ડુંગળી, કેપ્સીકમ અને શાકભાજી ઉમેરો. બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરો. હવે તેમાં થોડું પાણી ઉમેરો અને મિશ્રણને 10-15 મિનિટ સુધી ચઢવા દો. સ્વાદ વધારવા માટે તેમાં મીઠું અને કાળી મરી ઉમેરો અને તેને ગરમાગરમ સર્વ કરો.